Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સ્ટેન્ડીંગ કમીટીની ગોટાળાવાળી દરખાસ્તોમાં કોંગ્રેસનો વિરોધ

નવા ભેળવાયેલ ગામોનાં સ્ટ્રીટ લાઇટ કોન્ટ્રાકટમાં અંદાજીત ખર્ચ દર્શાવ્યા વગર કોન્ટ્રાકટરને ઉંચા ભાવો આપી દેવાયાઃ ભુગર્ભનાં કોન્ટ્રાકટમાં ર૭ ટકા ઓન આપી દેવાયાઃ બગીચા નિભાવણીનો કોન્ટ્રાકટ દર વર્ષ ૧૦ ટકાનાં ભાવ વધારાથી પાંચ વર્ષ માટે આપી દેવાયોઃ સ્ટેન્ડીંગ કમીટીનાં વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાના આક્ષેપો

રાજકોટ તા. ૧૧ :.. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં પારદર્શીતા વગરની ગોટાળા વાળી દરખાસ્તોનો આક્ષેપ  કરી વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આવી દરખાસ્તોનો વિરોધ દર્શાવ્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહ જણાવ્યા પ્રમાણે રા. મ્યુનિ. કોર્પો.ની હદમાં ભળેલા નવા વિસ્તાર મુંજકા, મોટામવા, ઘંટેશ્વર અને માધાપર (મનહરપુર-૧) માં આવેલી તમામ પ્રકારની સ્ટ્રીટ લાઇટ ચાલુ બંધ કરવાની તથા માલ મજુરી સાથે રીપેરીંગ કરવાના તથા નવા એલ.ઇ. ડી. સ્ટ્રીટ લાઇટ ફીટીંગ લગાવવા તેમજ ફેરબદલી કરવા અંગેન ૦પ, પાંચ વર્ષની કામગીરી માટેની આ દરખાસ્તમાં પુરી વિગત સાથે ભાવ દર્શાવ્યા નથી. તેમજ વધારાના ૧૬.૩૬ ટકા વધુ ભાવ ચુકવવાની આ દરખાસ્ત છે. તો શું અધિકારીઓ એટલા બધા વ્યસ્ત છે કે, ઉપરોકત દરખાસ્તમાં કિંમત (ભાવો) પણ દર્શાવ્યા નથી. ને વધારાની ટકાવારી ચુકવાય છે. તો જો પારદર્શયતા જાળવવી હોય તો રકમ જણાવવી જરૂરી છે ? મહેનત કરીને વેરા ભરાય પ્રજાનાં પરેસવાની રકમ કયાં કયાં ને કેવી રીતેને કેટલા વપરાય છે. તેનો ખ્યાલ આવે ? માટે આ વિગત નથી માટે આ દરખાસ્તનો વિરોધ છે.

તેવી જ રીતે વોર્ડ નં. ૧ અને ૯ માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદોન નિકાલ કરવાનું કામ માટે કુલ રૂ. ૧ર,૪પ,૦૦-૦૦ ને એસ્ટીમેન્ટ મંજૂર કરવામાં આવેલ તેની સામે વધારાના ર૭ ટકા વધુ ભાવ ચૂકવીને આ કામ માટે રૂ. ૧પ,૮૧,૧પ૦-૦૦ ચુકવતા રા. મ્યુનિ. કોર્પો. વધારાના ૩,૩૬,૧પ૦-૦૦  વધુ ચુકવણુ કરાતા  આ દરખાસ્તનો પણ મારો વિરોધ છે.

જયારે વોર્ડ નં. ૧૧ તથા ૧ર માં પ્રાઇવેટાઇઝેશનથી ભુર્ગભ ગટર ફરીયાદ નિકાલ કરવા માટે રૂ. ૧૪,ર૭,૧૦૦ ના એસ્ટીમેન્ટ સામે ૬.૯૬ ટકા વધુ ભાવ ચૂકવીને વધારાના રૂ. ૧પ,ર૬,૪ર૬ થતા વધુ રકમ રૂ. ૯૯,૩ર૬-૦૦ નું ચુકવણુ થઇ રહેલ હોય. આમ જનતાની પરસેવાની કમાણી રકમ આમ વધારા ચુકવીને ઉડાડવામાં આવી રહી હોય. માટે આ વધારા ચુકવણા સામે વિરોધ છે.

ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા અલગ - અલગ બગીચાઓની નિયમિત જાળવણી-નિભાવણી કરવાના ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ કરાયેલા બગીચાઓને ધ્યાને રાખીને કરાવવા માટેના વાર્ષિક કામ પેટે જુદી - જુદી એજન્સીઓને આ કામગીરી ફાળવવામાં આવી છે. તેમાંય બીજા વર્ષથી ચાર વર્ષ માટે દર વર્ષ ૧૦ ટકા કયુમેલેટીવ ભાવ વધારો આપવાની આ દરખાસ્તમાં આ પાંચ વર્ષ કરતા દર વર્ષ ટેન્ડર પધ્ધતી અમલ ના કરી શકાય ને આ કામ આપી ને કોને ફાયદો પહોંચડામાં આવી રહ્યો છે ? ને આમા કોને કોને બગીચામાં ખિલતા સુંગધ લેવાની છે? માટે આ દરખાસ્તનો મારો વિરોધ છે.

તેવી જ રીતે શહેરના વોર્ડ ૧, ૧પ૦ રીંગ રોડના વેસ્ટ સાઇડ રામેશ્વર પાર્કની બાજુમાં રૈયા ટી. પી. સ્કિમ નં. રર ફા. પ્લોટ નં. પર એ  માં બગીચો બનાવી ત્રણ વર્ષ સુધી જાળવણી - નિભાવણી કરવાની કામગીરી તો ખરેખર આ કામગીરી માટે સદ્ભાવના ટ્રસ્ટ પાસેથી શિખવુ જઇએ. બગીચા શાખા દ્વારા નિભાવ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ખરેખર બગીચાનો નિભાવ  યોગ્ય રીતે થાય છે. તે જોવુ જઇએ તેમાય આ ખર્ચના વધારા ના ૧૦.રપ% ચુકવીને રૂ.ર૦.૬રર-૦૦ વધારો ચુકવાય છે માટે આ દરખાસ્તનો મારા દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવેલ છે. આમ ઉપરોકત તમામ દરખાસ્તોમાં વધારાના રૂ.૪.૩પ.૪૭૬-૦૦ ચુકવવામાં આવ્યા છે જે ગરીબ પ્રજાના ખિસ્સામાંથી  કાઢીને ધુમાડો કરવામાં આવ્યો છે તેમજ બાકીની દરખાસ્તમાં પણ વધારાની ટકાવારી ચુકવીને રા.મ્યુનિ.કોર્પો.ને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેવા આક્ષેપો સાથે ઘનશ્યામસિંહ જાડેજાએ આ તમામ દરખાસ્તોનો વિરોધ દર્શાવ્યો હોવાનું તેઓની યાદીમાં જણાવ્યું છે.

(3:42 pm IST)