Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વોર્ડ નં.૧૭ ની ટીમ દ્વારા કમલેશ મિરાણીનું સ્વાગત

 શહેરના વોર્ડ નં.૧૭-ભાજપ દ્વારા શહેર ભાજપના પ્રમુખપદે પુનઃ નિયુકત થયેલ કમલેશભાઇ મિરાણીનું ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. આ તકે વોર્ડ નં.૧૭ ભાજપના પ્રભારી જીજ્ઞેશ જોષી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, વોર્ડના પ્રમુખ જયંતીભાઇ નોંઘણવદરા, મહામંત્રી યોગેશ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ ફળદુ, જયંતીભાઇ સરધારા, ભાજપ અગ્રણી બીપીનભાઇ ગાંધી, કાંતીભાઇ જોબનપુત્રા, ઇન્દુભા જાડેજા, નીલેશભાઇ ખુંટ, ડો. રીંકલભાઇ મેઘાણી, જયપાલભાઇ ચાવડા, વીરેનભાઇ કાચા સહીતના વોર્ડના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)