Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મે. તથ્ય એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચેના વિવાદમાં દાવો થતા કોર્ટ દ્વારા નોટીસનો હુકમ

રાજકોટ,તા.૧૫: મેસર્સ તથ્ય એન્ટરપ્રાઇઝના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે થયેલ ભાગીદારી પેઢીની મિલ્કત સંબંધે થયેલ વિવાદ અંગે દાવો થતાં ભાગીદારી પેઢીના ભાગીદારની સહી અને સંમતિ વગર થયેલ રજી.સાટાખત અને વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાના દાવામાં અરજન્સ શો-કોઝ નોટીસનો હુકમ કોર્ટે કર્યો છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, મેસર્સ તથ્ય એન્ટરપ્રાઇઝના નામની ભાગીદારી પેઢીની મિલ્કત કે જે ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ રાજકોટના હાલ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવિષ્ટ ગામ મવડીના રેવન્યુ સર્વે નં. ૨ પૈકી ૧ / પૈકી ૨ની જમીન ચો.મી.આ ૬૪૭૫-૦૦ પૈકી પ્રયોઝડ ટી.પી. રોડ તથા ટી.પી. રીઝર્વેશન મળી કુલ કપાત થતી જમીન ચો.મી.આ ૨૨૬૬ -૨૫ બાદ કરતા બાકી રહેતી જમીન ચો.મી આ ૪૨૦૮ -૭૫ના બીન ખેડવાણ અને ઇમારત બાંધવાની તેમજ રહેણાંકના હેતુ માટેની મંજુરીવાળા જમીનના પ્લોટસ પૈકી પ્લોટ નં. ૧ ની જમીન ચો.મી.આ ૧૯૬૩-૪૮ તથા પ્લોટ નં. ૨ની જમીન ચો.મી.આ. ૧૮૨૪-૩૪ મળી કુલ જમીન ચો.મી આ ૩૭૮૭-૮૨ તથા કોમન પ્લોટની જમીન ચો.મી. આ. ૪૨૦-૯૩ તથા ટી.પી. રોડ એરીયાની જમીન ચો.મી.આ. ૧૧૧૪-૭૮ ના વપરાશી હકકો સહીતની મિલ્કત મેસર્સ તથ્ય એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીએ દસ્તાવેજ અનુક્રમ નં. ૭૭૩૦, તા. ૨૬/૧૧/૨૦૧૮ના રોજથી શ્રી ધીરૂભાઇ ધનજીભાઇ સોરઠીયા વિગેરે પાસેથી ખરીદ કરેલ છે. તે ભાગીદારી પેઢીમાં જીતેન્દ્રભાઇ વિરજીભાઇ લીંબાસીયાનો ૧૨.૫ %નો હિસ્સો આવેલ છે.

ઉપરોકત  મિલ્કત સંબંધે મેસર્સ તથ્ય એન્ટરપ્રાઇઝના નામની ભાગીદારી પેઢીએ વહીવટ કરવા માટેની સત્તા અમો જીતેન્દ્રભાઇ વિરજીભાઇ લીંબાસીયા તથા ધીરજલાલ મોહનભાઇ સોરઠીયા તથા જયેશભાઇ ધીરજલાલ સોરઠીયાને આપેલ. પરંતુ અમોનો ભાગીદારી પેઢીમાં સ્થાવર મિલ્કત કાયદેસરનો હિસ્સો ડુબાડવાના આશયથી અમારી લેખિતમાં કોઇ સંમતિ મેળવ્યા સિવાય ભાગીદારી પેઢીના ભાગીદાર ધીરજભાઇ મોહનભાઇ સોરઠીયા, જયેશભાઇ ધીરજલાલ સોરઠીયાએ તેમના સગા જગદીશભાઇ કરશનભાઇ ભૂવા, હિતેષભાઇ પ્રેમજીભાઇ સેલીયા, તથા પરેશભાઇ પ્રેમજીભાઇ સેલીયાના નામ જોગ રજી. સાટાખત અનુ. નં. ૩૦૨૬ તા. ૨૫/૬/૨૦ના રોજ માર્કેટ રેટ કરતા નજીવી કિંમતે સાટાખત કરી આપેલ જે અંગેની જાણ અમોને થતા અમોએ સદરહુ રજી સાટાખતની લીગાલીટી ચેલેન્જ કરતો દાવો રાજકોટના મહે. પ્રિન્સીપલ સીની. સીવીલ જજ સાહેબની કોર્ટમાં સ્પે. દિ.કે. નં. ૩૪/૨૦૨૦થી રજી સાટાખત રદ કરવા તેમજ વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અંગેનો દાવો કરી વચગાળાના મનાઇ હુકમની માંગણી કરેલ છે.

સદરહું મેટર પેન્ડીંગ છે, સબ જયુડીસ છે તે હકીકત ભાગીદારી પેઢીના ભાગીદારરો જાણતા હોવા છતાં ઉપરોકત શખ્સોએ રજી.વેંચાણ દસ્તાવેજ અનુ. નં. ૫૦૦૬ તા. ૨૭/૮/૨૦૨૦ના રોજ કરેલ છે. તથા ત્યારબાદ રજી.સાટાખત અનુ. નં. ૫૨૭૨ તા. ૨/૯/૨૦૨૦ના રોજ 'મેસર્સ તથ્ય એન્ટરપ્રાઇઝ' ના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર જનકભાઇ કરમશીભાઇ ભટ્ટી તથા સુરેશભાઇ કરમશીભાઇ ભટ્ટીના પુત્રો દર્શિત જનકભાઇ તથા સમીર સુરેશભાઇ ભટ્ટીના નામ જોગ કરેલ હોય. જેથી તે રજી. સાટાખત તથા રજી.વેંચાણ દસ્તાવેજ રદ કરવા સંબંધેની કાર્યવાહી વાદી જીતેન્દ્રભાઇ વિરજીભાઇ લીંબાસીયા દ્વારા કરવામાં આવેલ છે.

સદરહું દાવો દાખલ થતાં કોવિડ-૧૯ની મહામારી સર્જાયેલી હોય તેવા સંજોગોમાં અદાલતે રેકર્ડ પર રજુ થયેલ દાવો તથા તેના સમર્થનમાં જરૂરી દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને પ્રતિવાદીઓ વિરૂધ્ધ અરજન્સ શો-કોઝ નોટીસનો હુકમ ફરમાવેલ છે. અદાલત દ્વારા શો-કોઝ નોટીસનો હુકમ ફરમાવતા જમીનમાં/ મિલ્કતમાં અંદરો-અંદર ગેરકાયદેસર મિલાપીપણું કરીને ટાઇટલ દૂષિત કરનાર શખ્સોમાં ફડફડાટ વ્યાપી ગયેલ છે. આ કામના વાદી જીતેન્દ્રભાઇ વિરજીભાઇ લીંબાસીયા વતી એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા રોકાયેલ છે.

(3:00 pm IST)