Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજકોટ જીલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૧પ શખ્સો સામે ગુન્હો નોંધાયો

કોરોના સંક્રમણના પગલે પોલીસ પણ આકરી બની...

રાજકોટ તા. ૧પ :.. ગુજરાત - સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ પણ આકરી બની છે. રાજકોટ જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા ૧પ શખ્સો સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

કોરોના વાયરસ સંદર્ભેના જાહેરનામા સબબ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા સબબ વિરપુર પોલીસે પાર્થ જીતેન્દ્રભાઇ ધામેલીયા,  વિજય ખેંગારભાઇ ગમારા તથા વલ્લભ મોહનભાઇ દેસાઇ સામે ગુન્હો દાખલ કર્યો હતો. ઉપલેટા પોલીસે બકુલ ઉકાભાઇ સાવલીય, લોધીકા પોલીસે જીતુ મુકેશભાઇ ઝાલા, શાપર-વેરાવળ પોલીસે જગદીશ મુળુભાઇ ટાટીયા, ભાયાવદર પોલીસે અનવર ઉંમરભાઇ જુણેજા તથા જામકંડોરણા પોલીસે ધીરજ કાનજીભાઇ કોયાણી સામે સોશ્યલ  ડીસ્ટન્સના ભંગ સબબ કાર્યવાહી કરી હતી.તેમજ ગોંડલ સીટી પોલીસે અમૃત ઉર્ફે નિલેશ ગોરધનભાઇ કારેણા, કરીમ વાહીદભાઇ લઘડ, તથા રાજેશ નટવરલાલ ભાલુ સામે અને જેતપુર સીટી પોલીસે રાજેશ ઉર્ફે રાજૂ નારણભાઇ ઇસોટીયા, તથા જય વિજયભાઇ બસરાણી સામે તેમજ જેતપુર તાલુકા પોલીસે અરવિંદ પોપટભાઇ વસોયા તથા ભાવેશ મનસુખભાઇ ભલુ સામે સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરવા સબબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(3:04 pm IST)