Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગોંડલનો પરાગ સખીયા પિસ્તોલ સાથે પકડાયોઃ સાગર ઉર્ફ લાલાની શોધખોળ

આજીડેમના ધર્મેન્દ્રસિંહ, કુલદિપસિંહ અને શૈલેષભાઇએ દબોચ્યો

રાજકોટઃ ગોંડલમાં મોટી બજાર સંઘાણી શેરી મેજરની ઓફિસ સામે રહેતો પરાગ જેન્તીભાઇ સખીયા (પટેલ) (ઉ.વ.૧૯) રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ નજીક લોખંડની બોડીવાળી પિસ્તોલ તથા ત્રણ કાર્ટીસ સાથે ઉભો હોવાની બાતમી આજીડેમના કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઇ ગઢવીને મળતાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી. વાળા, હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર, ઉમેદભાઇ ગઢવી અને ભીખુભાઇ મૈયડ સહિતે પકડી લીધો હતો. પરાગે પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતાને આ હથીયાર કાર્ટીસ સાગર ઉર્ફ લાલો કમલેશભાઇ ગોહેલે આપ્યા હતાં અને રાજકોટ પહોંચી ફોન કરવા કહ્યું હતું. કોઇ આ હથીયાર લેવા આવે એ પહેલા પોલીસ આવી ગઇ હતી. કોવિડ ટેસ્ટ બાદ રિમાન્ડ મેળવવા કાર્યવાહી થશે. પરાગ અગાઉ મારામારીમાં પકડાયો હતો અને સાગર જુનાગઢ પોલીસમાં ચોપડે ચડેલો છે.

(3:08 pm IST)