Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ગંજીવાડાના બૂટલેગર હિપાલ ઉર્ફ લાખાને પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દેવાયો

ભકિતનગરના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, દિલીપભાઇ બોરીચાની ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૮: શહેરના ગંજીવાડા મેઇન રોડ પર શેરી નં. ૨૬ના ખુણે રહેતાં હિપાલ ઉર્ફ લાખો દેવજીભાઇ ગોહેલ (ઉ.વ.૩૫)ને દારૂના ગુનામાં સંડોવાયો હોઇ ઇ-ગુજકોપમાં ગુનાહિત ઇતિહાસ ચકાસી ભકિતનગર પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ દરખાસ્ત મંજુર કરી તેને વડોદરા જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

હીપાલ ઉર્ફ લાખા વિરૂધ્ધ થોરાળા, એ-ડિવીઝન, લોધીકા, માલવીયાનગર, ડીસીબી, ભકિતનગરમાં દારૂ, ધાકધમકી સીહતના નવ ગુના નોંધાયા હતાં. એક વખત પાસામાં પણ જઇ આવ્યો હતો. ફરી વખત તેને પાસામાં ધકેલાયો છે. જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીસીબી પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, કોન્સ. વિશાલભાઇ દવે, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામીએ વોરન્ટ બજવણીની કામગીરી કરી હતી.

(11:17 am IST)