Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

આચારસંહીતાની ફરીયાદો અંગે બે તંત્રો દ્વારા ચલકચલાણુ ચાલુ થતા કલેકટરનો મામલતદારોને આદેશઃ તાકીદે પગલા ભરો

સવારે તાકીદની મીટીંગ બોલાવી ઉધડો લીધોઃ ગઇકાલે ૧ દિવસમાં રપ ફરીયાદો આવી : ગઇકાલે એજન્સીની આડોડાઇને કારણે બોર્ડ ઉતારવા થોડો સમય લાગ્યોઃ ૧ મહિનામાં ૯પ ફરીયાદો

રાજકોટ, તા., ૧૭:  રાજકોટમાં આચારસંહિતાની ફરીયાદોનો નિકાલ, મંજુરી વગરના લાગેલા રાજકીય પક્ષોના બેનરો, હોર્ડીંગ-બોર્ડ-પોસ્ટરો ઉતારવામાં જવાબદાર  બે તંત્રો વચ્ચે ગઇકાલે અને અગાઉ ફરીયાદીઓ  'ચલકચલાણુ' ચાલુ થઇ જતા અને કલેકટર પાસે ફરીયાદો પહોંચતા શ્રી પ્રભવ જોશી ચોંકી ઉઠયા હતા. અને પરીણામે આજે સવારે રાજકોટના તમામ મામલતદારોની તાકીદની મીટીંગ બોલાવી હતી અને આરટીઆઇ એકટીવીસ્ટની ફરીયાદો તથા સી-વીજીલની ફરીયાદો અંગે મામલતદારોનો કહેવાતો ઉધડો લઇ તાકીદે ફરીયાદોનો નિકાલ કરવાસત્વરે પગલા લેવા આદેશો કર્યા હતા.

કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં નિર્દેશ આપ્યો હતો કે બે એજન્સી વચ્ચે સંકલનનો અભાવ ન રહે તે જોવા અને ફરીયાદોનો ઝડપી નિકાલ થાય તે અંગે કાર્યવાહી કરાશે. ગઇકાલે બહુમાળી ચોકમાં હોર્ડીંગ ઉતારવામાં જે બાબત બની તે અંગે કલેકટરે જણાવેલ કે પે-હોર્ડીંગ બોર્ડ હોય એજન્સીવાળાને કહેવાયું હતું. એજન્સીની આડોડાઇને કારણે થોડો સમય લાગ્યો હતો. કલેકટરે જણાવેલ કે ૧ દિવસમાં એટલે કે ર૪ કલાકમાં આચારસંહિતા અંગે રપ ફરીયાદો આવી છે. કુલ ૧ મહિનામાં ૯પ ફરીયાદો આવી તે તમામનો નિકાલ કરાયો છે.

(3:10 pm IST)