Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટ શહેરમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના પરદાઓ મધરાત્રે સળગાવાયા?

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલા રૈયા ટેલીફોન એકસચેન્જ નજીકના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે મોડી રાત્રે કોઇ બુકાનીધારી અજાણ્યા શખ્સે પરદાઓ સળગાવ્યાના અહેવાલો મળે છેઃ એવુ જાણવા મળ્યુ છે કે ચોકીદાર કોઇ હીલચાલ જોઇ જતા દોડ્યા હતા અને આગને બુઝાવી નાખી હતી. ચોકીદારે દોટ મુકતાં જ આ અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો હતો. આ ગંભીર બાબત અંગે કોઇ મોટો વિવાદ ન સર્જાય તે માટે સત્તાવાર સંપૂર્ણ મૌન સેવાઇ રહ્યુ હોવાનું મનાય છે. પોલીસ સુધી પણ આ વાત પહોંચી નથી. વિશેષ વિગતો મેળવાઇ રહી છ. તસ્વીરમાં નુકસાન થયેલા પરદા જોઇ શકાય છે.

(3:11 pm IST)