Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ગુજરાત બાર કાઉન્સીલના કો-ઓપ્ટ મેમ્બર તરીકે રાજકોટના યુવા એડવોકેટ સુમિત વોરાની થયેલ નિમણુંક

રાજકોટ,તા. ૧૮: રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી. રેવન્યુ, સીવીલ કોર્ટના નિષ્ણાંત અને સ્વ. અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુકલના જુનીયર શ્રી સુમીતભાઈ વોરાની આજરોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર તરીકે નીમણુક થતા રાજકોટ શહેરના રેવન્યુ બાર એસો., નોટરી બાર એસો., રાજકોટ બાર એસો. મહિલા બાર એસો. ક્રિમીનલ બાર એસોના એડવોકેટો તેમજ તેમના શુભેચ્છકો, સામાજીક સંસ્થાઓ, વેપારીઓ દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૪૨૭૨ ૪૬૦૯૧ ઉપર અભીનંદનની વર્ષા થઈ રહેલ છે.

રાજકોટ બાર કાઉન્સીલના મેમ્બર દીલીપભાઈ પટેલ, નોટરી બાર એસો.ના પ્રકાશસિંહ ગોહીલ, હસમુખ જોષી, યોગેશ ઉદાણી, ભરતભાઈ આહયા, રેવન્યુ બાર એસો.ના રમેશભાઈ કથીરીયા, વિજયભાઈ તોગડીયા, નૈમિષ પટેલ, આનંદ જોષી, રાજુભાઈ પરસાણા, રજનીભાઈ પટેલ, મનુભાઈ પટેલ, પરેશભાઈ પાદરીયા સહિતના અગ્રણીઓ તથા ક્રિમીનલ બાર એસો.ના તુષારભાઈ બસલાણી, હેમાંગભાઈ જાની, રાજકુમાર હેરમા, હીતુભા જાડેજા, એન.ડી. ચાવડા સહીતનાએ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

રાજકોટ બાર એસો.ના પ્રરમુખ બકુલભાઈ રાજાણી, સુરેશભાઈ ફળદુ, અજય પીપળીયા, પીયુષ સખીયા વિગેરે અને લીગલ સેલના પુર્વ સહકન્વીનર અંશભાઈ ભારદ્વાજ, પુર્વ સહકન્વીનર સી.એચ. પટેલ, ધર્મેશ સખીયા, વિમલ ડાંગર, વીરેન વ્યાસ સહીતનાઓએ કોપ્ટ મેમ્બર સુમીત વોરાને શુભેચ્છાઓ પાઠવેલ છે. તેમજ રાજકોટ ગવ.પ્લીડર દીલીપભાઈ મહેતા, અનુષ જોષી, પરાગ શાહ, બીનલબેન રવેશીયા, સ્મિતાબેન અત્રી, મહેશભાઈ જોષી, મુકેશ પીપળીયા, સમીર ખીરા, અનીલ ગોગીયા, પ્રશાંત પટેલ સહીતનાએ રાજકોટના રેવન્યુ બા૨ના એડવોકેટ સુમીત વોરાની નીમણુક થતા શુભેચ્છાઓ પાઠવેલ હતી.

માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશભાઈ બોધરા, કલેઈમ બારના રાજેશભાઈ મહેતા, અભય ખખ્ખર, ભાવેશ બાંભવા, નલીનભાઈ આહયા, આર.યુ. પટેલ, અશોકભાઈ ત્રાંબડીયા, મનોજભાઈ ભટ્ટ, નીલેશભાઈ અગ્રાવત, જીલ્લા ભાજપ લીગલ સેલના પુર્વ સહકન્વીનર ભાસ્કર જસાણી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કીશન વાલ્યા, કેતન મંડ, ધીરજભાઈ પીપળીયા, વિજયભાઈ પટેલ, જીજ્ઞેશ વિરાણી, કલ્પેશ નશીત, સાગર વાઘેલા, ચેતન પુરોહીત વિગેરેનાઓએ સુમીત વોરાની કોપ્ટ મેમ્બર તરીકે નીમણુક થતા મો.નં.૯૪૨૭૨ ૪૬૦૯૧ ઉપ૨ અભીનંદનની વર્ષા કરેલ હતી.

(3:49 pm IST)