Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

વધુ ૧૦૧ ધંધાર્થી દંડાયા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરનાર તથા ગંદકી કરનારને ૨૭ હજારનો દંડ

૬ કિલો પ્‍લાસ્‍ટિક જપ્‍ત : મનપાના સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૮ : મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં  કુલ૧૦૧આવતા૦૬.૨૯૫કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી  કરનારને રૂ.૨૬૬૫૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૩૫ આસામીઓ પાસેથી ૧.૩૪૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ૮૦૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૪૭ પાસેથી ૩.૮૫૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ. ૧૩૫૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૯ પાસેથી ૧.૧૦૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૫૦૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવી હતી.

(4:32 pm IST)