Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કાલથી ગુરૂકુલ દ્વારા મવડી ચોકડી ભાગવત કથા

કથાના વકતા તરીકે ચૈતન્‍યસ્‍વરૂપ સ્‍વામી : કથાનો સમય દરરોજ રાત્રે ૮ થી ૧૧ : શનિવારે દંત-નેત્ર અને રવિવારે રકતદાન કેમ્‍પ : કન્‍યા ગુરૂકુલના લાભાર્થે કથાઃ જાહેર નિમંત્રણ : વિવિધ પ્રસંગો ઉજવાશેઃ રપમીએ મહિલા મંચ : સ્‍વામિનારાયણ સંતોના દર્શન-આશીર્વાદનો લાભ

જય સ્‍વામિનારાયણઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાન દ્વારા યોજાયેલ શ્રીમદ્દ ભાગવત કથા નિમિતે આજે ધર્મકિશોરદાસજી સ્‍વામી, જીવનમુકતદાસજી સ્‍વામી, મહિલા ગુરૂકુલના ભૂમિદાતા વસંતભાઇ લીંબાસિયા, હરિભકત નિમિષ મુંગરા, પ્રબોધ બક્ષી વગેરેએ અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ (કંકોત્રી) આપેલ. સંતોએ શ્રી કિરીટભાઇ ગણાત્રાને ફુલહાર અને ખેસ પહેરાવી આશીર્વાદ આપ્‍યા હતા. આ પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી પણ ઉપસ્‍થિત હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૧૮: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનના નેજા હેઠળ મોરબી રોડ પર બની રહેલ ભારતના પ્રથમ કન્‍યા ગુરુકુલના લાભાર્થે તા. ૧૯ થી રપ એપ્રિલ ર૦ર૪ દરમ્‍યાન ભવ્‍યાતિ ભવ્‍ય શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું આયોજન બાપા સીતારામ ચોક, મવડી રોડ, મવડી ચોકડી પાસે રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં વિવિધ સાંસ્‍કૃતિક પ્રોગ્રામ સાથે ઉત્‍સવની રંગત જામશે. આ સપ્‍તાહના વકતા તરીકે શાષાીશ્રી પુ. ચૈતન્‍યસ્‍વરૂપ સ્‍વામી સંગીતના સથવારે ભાગવત કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ રાત્રે ૮ થી ૧૧ સુધીનો રહેશે.

ભાગવત સપ્‍તાહમાં દીકરીના જીવનઘડતર માટે પ્રવચન માળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વિવિધ વિષયો જેવા કે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, ભાવાત્‍મક વિકાસ, સાંસ્‍કૃતિક વિકાસ, રાષ્‍ટ્ર ભકિત વિકાસ અને આધ્‍યાત્‍મિક વિકાસ જેવી સપ્‍તપદી પ્રવચન માળા શાષાી શ્રી પુ. અચલજીવન સ્‍વામી અને પુ. શ્રુતિપ્રકાશ સ્‍વામીના મુખેથી રસપાન કરવા મળશે.

ભાગવત સપ્‍તાહના આયોજન દરમ્‍યાન દરરોજ નિત નવા ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, માખણ લીલા, વૃંદાવન આગમન ઉત્‍સવ, ગોવર્ધન લીલા અને અન્‍નકૂટ ઉત્‍સવ, કંશ ઉદ્ધાર, સુદામા ચરિત્ર વગેરેનો અનેરો લાભ મળશે.

આયોજકોએ અકિલાના આંગણે જણાવેલ કે સપ્‍તાહના અંતિમ દિવસે તા. રપ એપ્રિલના રોજ મહિલા મંચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંખ્‍યયોગી બહેનો દ્વારા હજારો બહેનોને કથાવાર્તા અને સાંસ્‍કૃતિક પ્રોગ્રામ દ્વારા પોષણ મળશે.

ભાગવત સપ્‍તાહ દરમિયાન તા. ર૦ એપ્રિલ, શનિવારે નેત્ર અને દંત કેમ્‍પ તેમજ તા. ર૧ એપ્રિલ, રવિવારે રકતદાન કેમ્‍પનું સામાજિક આયોજન પણ થયેલું છે. બન્‍ને કેમ્‍પનો સમય રાત્રે ૮ વાગ્‍યાનો રહેશે.

ભાગવત સપ્‍તાહમાં પૂ. ગુરુમહારાજશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી અને પૂ. મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીના આર્શીવચનનો લાભ મળશે.

ભારતીય પરંપરા અને સંસ્‍કૃતિના સંવર્ધન માટે દીકરીઓને સંપૂર્ણ ઘડતર થાય અને આવનારા ભવિષ્‍યમાં સમૃદ્ધ, ભારતીય સંસ્‍કૃતિનો વારસો જળવાઇ રહે તેવા શુભ હેતુથી બનનારા કન્‍યા ગુરુકુલના સ્‍થાપક ટ્રસ્‍ટીઓ દ્વારા તેમજ રાજકોટ અને સમગ્ર સૌરાષ્‍ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ આ ભાગવત સપ્‍તાહને સફળ કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ગુજરાતના ધામેધામથી પધારેલા સાધુ-સંતોની પાવન ઉપસ્‍થિતિ અને દર્શનનો લાભ મળશે. સૌ ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા ગુરૂકુલ પરિવારે નિમંત્રણ પાઠવેલ છે. વધુ માહિતી માટે વસંતભાઇ લીંબાસિયા મો. ૯૯રપ૦ ૧૩ર૧પ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(5:00 pm IST)