Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

BAPS સ્‍વામિનારાયણ મંદિરે શ્રી સ્‍વામિનારાયણ અને શ્રીરામ પ્રાગટયોત્‍સવની ઉજવણી

રાજકોટ : બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન સ્‍વામિનારાયણ અને ભગવાન શ્રીરામના પ્રાગટયોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ઠાકોરજીની વૈદિક મહાપૂજા થઇ હતી. કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્‍વામીના અધ્‍યક્ષસ્‍થાને પૂ. વિશ્વેશતીર્થ સ્‍વામી અને પૂ. અક્ષરકીર્તિ સ્‍વામી આ મહાપુજા વિધિમાં જોડાયા હતા. મહાપૂજાવિધિ બાદ સંતોએ ઠાકોરજી અને શ્રી નીલકંઠવર્ણીને કેસર યુકત જલાભિષેક કરી વધાવ્‍યા હતા. અક્ષર પુરષોતમ મહારાજને પણ જલાભિષેક કરવામાં આવેલ. બપોરે શ્રીરામ જન્‍મોત્‍સવની આરતીમાં બહોળી સંખ્‍યામાં ભાવિક ભકતો જોડાયા હતા. સાંજે મંદિર પરિસર પર ઠાકોરજી સમક્ષ અન્નકુટ થાળગાન, સંધ્‍યા આરતી અને અન્નકુટ દર્શન ખુલ્લા મુકવામાં આવેલ. સ્‍વામિનારાયણ મહામંત્રની ધૂન રાખવામાં આવી હતી. રાત્રે સભાગૃહમાં ભગવાન સ્‍વામિનારાયણના ૨૪૩ માં જન્‍મોત્‍સવ નિમિતે વિશિષ્‍ટ સભા યોજવામાં આવેલ. રાત્રે શ્રીહરિ પ્રાગટયોત્‍સવની ધૂન, આરતી અને કીર્તન ગાન કરવામાં આવેલ. સૌ ભકતોએ ઘનશ્‍યામ મહારાજને પારણે ઝુલાવવાનો લ્‍હાવો લીધો હતો. કાલાવડ રોડ પર આવેલ આ મંદિરે ૧૦ હજારથી વધુ ભાવિક ભકતોએ દર્શન આરતીનો લાભ લીધો હતો

(2:53 pm IST)