Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ચેકરિટર્નની ફરિયાદ કર્યા બાદ ફરીયાદી ગેરહાજર રહેતા અદાલતે ફરીયાદ કાઢી નાખી

ફરીયાદીનો કેસ ડીસમીસ કરી આરોપીને છોડી મુકાયો

રાજકોટ,તા. ૧૯: રાજકોટની અદાલતમાં ફરીયાદીએ કરેલ લાખો રૂપીયાના ચેક રીટર્નની ફરીયાદ કાઢી નાખતી અદાલતે કાઢી નાખી હતી અને આરોપીનો છૂટકારો ફરમાવેલ હતો.

રાજકોટમાં કુવાડવા રોડ ઉપર પારેવડી ચોક ખાતે રહેતા ઙ્કશાંતભાઈ ભીખાભાઈ ચૌહાણ એ બેડીપરા માં રહેતા ભાવિનભાઈ વલજીભાઈ ચૌહાણ સામે રાજકોટની કોર્ટમાં વર્ષ ૨૦૨૦ માં એ મતલબની ફરીયાદ કરેલ કે, આરોપી ભાવિનભાઈ તેમના કાકાના દિકરા ભાઈ થાય છે તેમને સંબંધના દાવે કટકે કટકે રૂા.૧,૫૦,૦૦૦ હાથ ઉછીના આપેલ અને ત્‍યારબાદ સદરહું રકમ પરત માંગતા આરોપી ભાવિનભાઈ દ્વારા રૂા.૧,૫૦,૦૦૦નો સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયાનો ચેક આપેલ જે ચેક બેંકમાં રજુ રાખતા ચેક અપુરતા ભંડોળના કારણે વગર વસુલાતે પરત ફરેલ જેથી કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ અને કોર્ટ દ્વારા સદરહું ફરીયાદને રજીસ્‍ટરે લઈ આરોપી સામે અદાલતમાં હાજર થવા સમન્‍સ ઈસ્‍યુ કરેલ છે.

અદાલત દ્વારા ફરીયાદ પક્ષને પુરતી તકો આપેલ હોય સી.આર.પી.સી. કાયદાની કલમ ૨૫૬ની જોગવાઈઓને ધ્‍યાનમાં લઈ ફરીયાદીને વ્‍યાજબી અને પર્યાપ્ત તક આપવાં છતા ફરીયાદી હાજર રહીને કેસ ચલાવતા ન હોઈ, હુકમ કરેલ કે, ‘હાલના કામે ફરીયાદી હાજર રહીને કેસની કાર્યવાહી આગળ ચલાવતા ન હોઈ, ક્રિ.પો.કોડની કલમ-૨૫૬ની જોગવાઈ પ્રમાણે આરોપીને ફરીયાદીની ગેરહાજરી સબબ નીર્દોષ ઠરાવી ફરીયાદીનો કેસ ડિસમીસ ફોર ડીફોલ્‍ટથી ફેસલ કરવાનો હુકમ કરવામાં આવે છે.' આમ ફરીયાદી ફરીયાદ કર્યા બાદ અદાલતમાં હાજર ન રહેતા અદાલત દ્વારા ફરીયાદીની ફરીયાદ કાઢ ૧ નાખવામાં આવેલ અને આરોપી ભાવિનભાઈ વાલજીભાઈ ચૌહાણને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ હતા.

આ કામમાં આરોપી ભાવીનભાઈ વાલજીભાઈ ચૌહાણ વતી યુવા લો એસોસીએટના એડવોકેટ હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, કુલદીપ ચૌહાણ, હિમાંશુ હિરાણી, યશપાલ ચૌહાણ, શીતલ રાઠોડ, નીધી રાયચુરા, અંકીત જાવીયા તથા લો આસીસ્‍ટન્‍ટ તરીકે જીજ્ઞેશ ચૌહાણ, દિવ્‍યરાજ ચાવડા રોકાયેલા હતા.

(3:02 pm IST)