Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બહેનબા, ક્ષત્રીયોની આન-બાન-શાન સમી પાઘડી તમારા હાથમાં...

રાજકોટઃ આજે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રત્‍યાશી તરીકે ઉમેદવારી નોંધાવતા પુર્વે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રાજપુત ક્ષત્રીય સમાજના બહેન-દિકરીઓએ ‘જવતલીયા ભાઇ' પરેશ ધાનાણીનું  પાઘડી પહેરાવી સન્‍માન કર્યુ હતું. ત્‍યાર બાદ ધાનાણી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શીશ ઝુકાવવા ગયા ત્‍યારે માથેથી પાઘડી પડી ન જાય અને પાઘડીની આમાન્‍યા જળવાઇ રહે તે માટે પ્રદેશ મહિલા ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાને ‘બહેનબા , આ પાઘડીની આન-બાન-શાન તમારા હાથમાં' તેમ કહી પાઘડી સોંપી ગયા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:49 pm IST)