Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આનંદ બંગલા ચોકમાં આડેધડ ખોદકામથી વિજકંપનીનાં કેબલોને લાખોનું નુકશાન

રાજકોટ : શહેરનાં આનંદ બંગલા ચોકના રસ્તામાં મ.ન.પા. તંત્ર દ્વારા આડેધડ ખોદકામથી વિજકંપનીના કેબલ વાપરો નહીં જગો લાખો રૂપિયાનું નુકશાન થયાની રજુઆત જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. તસ્વીરમાં રસ્તામાં ખોદેલા ખાડા તથા થયેલ નુકશાન નજરે પડે છે. આ રજુઆતમાં જણાવાયું છે કે, આનંદબંગલા ચોકથી ગુરૂપ્રસાદ ચોક, સ્વામીનારાયણ ચોક થઇ ગોકુલધામ મેઇન રોડ ઉપર રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ મહિનાથી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલે છે. ચોમાસું સત્ર ચાલતુ હોઇ કોઇ પણ સરકારી, અર્ધ સરકારી, વિભાગોને રોડ ઉપર ખોદાણ કરવાની સખ્ત મનાઇ હોવા છતાં તાજેતરમાં જ ગુરૂપ્રસાદ ચોક પાસે ઉપર ઉપરી બે દિવસ પીજીવીસીએલના અન્ડરગ્રાઉન્ડ કેબલને જેસીબી મશીન દ્વારા તોડીને પીજીવીસીએલને લાખો રૂપિયાનું નુકશાન કરેલ છે. ત્યારે આવી કોરોના મહામારીમાં હોસ્પિટલમાં ઘરે સારવાર લેતા દર્દીઓની હાલત કફોડી બની છે. પીજીવીસીએલના પાવર વગર હેરાન પરેશાન થઇ ગયેલ હતા. આથી આવી કામગીરી તે અટકાવીને રાજકોટની પ્રજાને હાલાકીમાંથી મુકત કરવા લતાવાસીઓએ માંગ ઉઠાવી છે.

(3:42 pm IST)