Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રેશ્મા બેલીમે બાથરૃમમાં ગેસનો બાટલો લઇ જઇ આગ લગાવવા પ્રયાસ કર્યોઃ સદ્દનસિબે ઢાંકણુ ન ખુલતાં મોટી દૂર્ઘટના અટકી

સિલિન્ડર ન ખુલતાં કપડાને દિવાસળી ચાંપતાં દાઝીઃ સારવાર હેઠળ : દેવપરા પાછળ પ્રણામી ચોકના એપાર્ટમેન્ટમાં બનાવ

રાજકોટ તા. ૧૯ : શહેરના કોઠારીયા રોડ પર દેવપરા પાછળ પ્રણામી ચોકમાં આવેલા અર્શ એપાર્ટમેન્ટ-૨૦૨માં રહેતાં રેશ્માબેન આસીફભાઇ બેલીમ (ઉ.વ.૩૦)એ બાથરૃમમાં જઇ કપડા સળગાવતાં દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રેશ્માબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં બે પુત્રી છે. પતિ આસીફભાઇ અનવરભાઇ બેલીમ કારખાનામાં કામ કરે છે. રેશ્માબેનના સાસુએ જણાવ્યું હતું કે રેશ્માબેનને માનસિક તકલીફ હોઇ તેની દવા ચાલી રહી છે. તેણીએ ગેસ સિલીન્ડર બાથરૃમમાં લઇ જઇ તેનુ ઢાંકણુ ખોલી ગેસ લિકેજ કરી આગ લગાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગેસનો બાટલો ન ખુલતાં પોતે પહેરેલા કપડાને દિવાસળી ચાંપી લેતાં તેણી દાઝી ગઇ હતી. જો બાટલો ખુલી ગયો હતો અને તેણીએ દિવાસળી ચાંપી હોત તો શું થાત? એ વિચાર જ થથરાવી મુકે તેવો છે.

(11:48 am IST)