Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સ્‍ટાર સિનર્જી હોસ્‍પિટલ અને પારસ વિદ્યાલય દ્વારા નિઃશુલ્‍ક હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

રાજકોટ તા. ૧૯ : સ્‍ટાર સિનર્જી હોસ્‍પિટલ અને પારસ વિદ્યાલય રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે નિઃશુલ્‍ક મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું સફળ આયોજન તા. ૧૪ અને રવિવારે કરવામાં આવ્‍યું હતું.

આ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પમાં સ્‍ટાર સિનર્જી હોસ્‍પિટલ-રાજકોટ ટીમઃ ર્ડા.કપિલ રાઠોડ (બી.પી.ડાયાબીટીસ તથા ગંભીર રોગોના નિષ્‍ણાંત), ડો. દિક્ષિત સવજીયાણી (હાડકાં તેમજ સાંધાના(જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ) સર્જન), ડો. તેજસ પંડયા (હૃદય રોગના નિષ્‍ણાંત), ડો.  હિરલ હાલાણી શેઠ (હાડકાં તેમજ સાંધાના(જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ) સર્જન), ડો. કળણાલ કુંદડિયા (પથરી, ઙ્કોસ્‍ટેટ તથા મૂત્રમાર્ગના રોગોના નિષ્‍ણાંત), ડા.અરનબ ચટ્ટોપાધ્‍યાય (બી.પી.ડાયાબીટીસ તથા ગંભીર રોગોના નિષ્‍ણાંત), ડો. બંસી પરેજીયા (આદરોજા)(બી.પી.ડાયાબીટીસ તથા ગંભીર રોગોના નિષ્‍ણાંત), તેમજ આ કેમ્‍પમાં અન્‍ય સેવા આપનાર અન્‍ય ડોકટર્સ - ર્ડા.ચિત્રાલી ચાવડા(ષાી રોગના નિષ્‍ણાંત), ડો. મયુર ગોસ્‍વામી (દાંતના તમામ પ્રકારના રોગોના નિષ્‍ણાંત), ડો. ભવ્‍યા મારૂ (દાંતના તમામ પ્રકારના રોગોના નિષ્‍ણાંત) પોતાની સેવાઓ આપેલ.

આ કેમ્‍પમાં જરૂરિયાતમંદ દર્દીને નિઃશુલ્‍ક દવાઓ તેમજ આયુષ્‍યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. જે લાભાર્થીએ આયુષ્‍યમાન કાર્ડ કઢાવવાનું હોય તેઓએ આવકનો દાખલો, આધાર કાર્ડ તથા રેશનકાર્ડ (અસલ તથા ઝેરોક્ષ) સાથે લાવવાની રહેશે. તેમજ આ કેમ્‍પમાં ડાયાબિટીસ(સુગર), બી.પી., BMI, SP02, BMD તેમજ ECG (જરૂર પડેતો) જેવા રીપોર્ટ નિઃશુલ્‍ક કરી આપવામાં આવેલ.

આ કેમ્‍પમાં આશરે ૩૦૦ જેટલા લાભાર્થી દર્દીઓએ વિવિધ ડોકટરોની સેવાનો લાભ લીધેલ. આ સમગ્ર ફી હેલ્‍થ ચેકઅપ કેમ્‍પના આયોજનને સફળ બનાવવા માટે પારસ વિદ્યાલયના તમામ સ્‍ટાફ તથા સ્‍ટાર સિનર્જીના મેડીકલ તથા નર્સીગ સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ

(3:08 pm IST)