Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મનપા દ્વારા આંગણવાડી ખાતે મંગલ દિવસની ઉજવણી

રાજકોટ મહાનગરપાલિકાનાં આઈ.સી.ડી.એસ અર્બન વિભાગ ઘટક-૩ની રેલનગર -૧ તથા આંગણવાડી કેન્‍દ્ર નં ૧૦, રેલનો ઘકકો-૧ તથા આંગણવાડી કેન્‍દ્ર નં ૧૨, સદગુરૂ બાલવાડી કેન્‍દ્રમાં ડેપ્‍યુટી કમિશ્નરશ્રી સ્‍વપનિલ ખરેનાં માર્ગદર્શન હેઠળ મંગળ દિવસની ઉજવણી કરવામાં આવેલ. પ્રોગામ ઓફિસર ડો. લલિત વાંજાની અધ્‍યક્ષતામાં તથા સેન્‍ટ્રલ ઝોનના બાળ-વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોષી અને મુખ્‍ય સેવિકા દવે તૃપ્તિતબેનની ઉપસ્‍થિતિમાં કાર્યકર બહેનો તથા હેલ્‍પર બહેનો દ્વારા અન્નપ્રાસન તથા બાલદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રોગ્રામઓફિસર દ્વારા અન્નપ્રાસનું મહત્‍વ વિષે જાણકારી અને વિસ્‍તૃતમાં સમજાવવામાં આવ્‍યું તથા બાળકોના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બાળમેળાનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ.

(2:52 pm IST)