Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મહમદ રફી ફેન કલબ દ્વારા કાલે દેવાનંદને સ્‍વરાંજલી રૂપે સદાબહાર ગીતોનો કાર્યક્રમ

રાજકોટ તા. ૧૯ : મહમદ રફી ફેન કલબના સ્‍થાપક જીતેન્‍દ્રભાઇ ભટ્ટ દ્વારા સ્‍વ. મહમદ રફીની યાદીમાં છેલ્લા ૧૮ વર્ષોથી સ્‍વરાંજલી કાર્યક્રમોના આયોજનો થતા આવ્‍યા છે. તેના ભાગરૂપે કાલે તા. ૨૦ ના શનિવારે હેમુગઢવી મીની હોલ ખાતે વધુ એક કાર્યક્રમ સદા બહાર આઇકોનીક દેવઆનંદની સ્‍મૃતિમાં મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા' શીર્ષકતળે યોજવામાં આવ્‍યો છે.

જેમાં દેવ આનંદની ફિલ્‍મોમાંથી ચુંટી કાઢેલા ગીતો રજુ થશે. સર્વશ્રી સચિન સુર્વે (પુના), સુભાષ ચોબીસા (ઉદયપુર), જયેશ પનારા (રાજકોટ), સુપ્રિયા આંબેડકર (વડોદરા), મમતા ઘોડાસરા (રાજકોટ), મમતા વોરા (અમદાવાદ) તેમજ અન્‍ય ગાયક ગાયીકાઓ ગીતો રજુ કરશે. આ ગીતોની મહેફીલમાં સંગીતકાર સચિન દેવ બર્મનના ગીતોનો પણ વિશેષ સમાવેશ કરાયો છે.

કિબોર્ડ પર ઇમ્‍તીયાઝ સૈયદ, ભવ્‍ય રાવલ અને સાથીદારો તેમજ તબલા પર દીલીપ ત્રિવેદી, ઢોલક-કોંગો પર ભારત વાઘેલા, પેડ ભાર્ગવ ઉમરાણીયા, ડ્રમ વેંકટ રામન, સેક્ષોફોન શ્રી પઠાણ, રિધમ પ્રકાશ વાગડીયા, ગીટાર પર જીમ્‍મી વ્‍યાસ સંગીત પીરસશે. મંચ સંચાલન દિપક જોશી અને ધ્‍વની સંચાલન શંકરભાઇ સંભાળશે.

સમારોહના મુખ્‍ય મહેમાન તરીકે જાણીતા સંગીતજ્ઞ મનસુખભાઇ વેકરીયા, અંબીકા ઇન્‍ડસ્‍ટ્રીઝના દુર્લભજીભાઇ પરમાર, જયદ્વારકાધીશવાળા ભરતભાઇ વાસજાળીયા તેમજ અન્‍ય મહેમાનો સર્વશ્રી અલ્‍પેશભાઇ વેકરીયા, ભરતભાઇ સાવકીયા, નિલેશભાઇ ભોજાણી, વિજયભાઇ માલવીયા, પ્રવિણભાઇ લુણાગરીયા, ધર્મેશભાઇ પરસાણા, હાર્દીકભાઇ લુણાગરીયા ઉપસ્‍થિત રહેશે.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, જયભાઇ શાહ, રાજુભાઇ કાનાબાર, ચેતનભાઇ ભોજાણી, વિકીભાઇ પટેલ, હિતેષભાઇ રૈયાણી, જયંત કે. જોશી તથા ઉમેશભાઇ જોશીનો સહકાર મળેલ હોવાનું રફી ફેન કલબના જીતેન્‍દ્રભાઇ ભટ્ટ (મો.૯૮૨૪૫ ૭૨૪૭૨) ની યાદીમાં જણાવાયુ છે.

(3:22 pm IST)