Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કાલથી ઉપલાકાંઠે પાટીદાર પ્રિમીયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટઃ ૬૪ ટીમો ભાગ લેશે

નિરાધાર ગાયો અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના લાભાર્થે સંત શ્રી ભોજલરામ ફાઉન્‍ડેશન દ્વારા આયોજન

રાજકોટઃ શહેરના ઉપલા કાંઠે સંતશ્રી ભોજલરામ ફાઉન્‍ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ પાટીદાર પ્રીમિયર લીગનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્‍યું છે. આ ટુર્નમેન્‍ટમાં ગુજરાત ની કુલ ૬૪ ટીમતો છે જ પરંતુ આ વખતે કંઈક નવા આઇ.પી.એલ ફોર્મેટ સાથે અલ્‍ટ્રા પાટીદાર પ્રીમિયર લીગમાં ૮ ફ્રેન્‍ચાઈસીસ ભાગ લશે.  સાવલિયા આઈ ચેલેન્‍જર્સ, આરવી એવિએટર, બાલાજી ટાઇટન્‍સ, એચ . આર . મેટલ કિંગ્‍સ, સિનોક્‍સ વોરિયર, આર. કે. શ્રીજી અવેન્‍જરસ, શ્રીજી મવડી જાયન્‍ટ્‍સ, વિશાલ વોરિયર ૧૧.

આ ટુર્નામેન્‍ટ તા.૨૦ ને શનિવારે સાંજે ૬ વાગ્‍યે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ના હસ્‍તે ખુલ્લું મુકવામાં આવશે.

આ ટુર્નામેન્‍ટમાં વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને રોકડ પુરસ્‍કાર અને ટ્રોફી આપવામાં આવશે. આ ટુર્નમેન્‍ટમાં જે પણ રોકડ આવક થશે તે નિરાધાર ગાયો તેમજ જરૂરિયાત મંદ વિદ્યાર્થીને સહાય પેટે આપવામાં આવશે.

આ ટુર્નામેન્‍ટનું યુ-ટયુબ ઉપર તેમજ ભોજલરામ ફાઉન્‍ડેશન અને પીપીએલના ફેસબુક પેઇજ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રેક્ષકો માટે ગ્રાઉન્‍ડ ઉપર એલઇડી સ્‍ક્રીન ઉપર નિહાળી શકાશે

આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે ટ્રસ્‍ટના પ્રમુખ ભરતભાઇ પીપળીયા તેમજ એડવોકેટ ચેતનભાઈ ચભાડિયા, ડો. પાર્થ ઢાંકેચા, અતુલભાઈ કમાણી, અમિતભાઈ અણદાણી, હાર્દિકભાઈ રાબડીયા,વિશાલ રામાણી, કૈલાશભાઇ ચભાડિયા, ભુપતભાઈ કાનાણી, પરેશભાઈ લિંબાસિયા, વિમલભાઈ મુંગરા, નિલેશભાઈ હાપલિયા, જેકીન હાપલીયા તેમજ યુવા ટીમના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે

(3:30 pm IST)