Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બાપુનગર મુક્‍તિધામ દ્વારા રવિવારે સમુહ અસ્‍થિ પૂજન : ગંગાજીમાં વિસર્જન કરાશે

જય સરદાર યુવા ગ્રુપ દ્વારા મુક્‍તિધામનો કરાશે જીર્ણોધ્‍ધારઃ વિશ્રાંતિ રૂમ, અદ્યતન અગ્નિસંસ્‍કાર હોલ, લાકડા માટેનો સ્‍ટોર રૂમ સહીતની સુવિધા ઉભી કરાશે

રાજકોટ તા. ૧૯ : જય સરદાર યુવા ગ્રુપ દ્વારા બાપુનગર મુક્‍તિધામ ખાતે થયેલ અગ્નિદાહના અસ્‍થિફુલોનો સમુહ પૂજનનો કાર્યક્રમ આગામી તા. ૨૧ ના રવિવારે યોજવાાં આવ્‍યો છે.

અકિલા' ખાતે વિગતો વર્ણવતા જય સરદાર ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે સંસ્‍થા તરફથી ૨૦૨૩-૨૪ ના વર્ષ દરમિયાન સ્‍વધામ ગયેલ આત્‍માઓના મોક્ષ પ્રદાન માટે તા. ૨૧ ના રવિવારે અસ્‍થિ સમુહ પૂજન રાખેલ છે. બાદમાં આ અસ્‍થિનું તા. ૩-પ-૨૦૨૪ ના હરકી પેઢી હરીદ્વાર ખાતે શાષાોકત વિધિથી પૂજા અર્ચના કરી ગંગાજીમાં વિસર્જન કરાશે. મૃતકોના સ્‍વજનોએ આ કાર્યમાં સાથે જોડાવા સંસ્‍થાનો સંપર્ક કરવાનો રહેશે.ઉલ્લેખનીય છે કે ૮૦ ફુટ રોડ સ્‍થિત બાપુનગર સ્‍મશાન ખાતે જય સરદાર યુવા ગ્રુપ દ્વારા સુચારૂ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. કોરોના કાળમાં પણ આ  સંસ્‍થાએ રાત દિવસ સેવા આપી ૫૫૦૦ માનવ દેહોને અગ્નિ સંસ્‍કાર આપ્‍યા હતા. હવે રાજય સરકાર દ્વારા સ્‍વર્ણિમ વિકાસ યોજના હેઠળ ર કરોડ જેવી માતબર રકમ ફાળવીને સંસ્‍થાના યુવાનોએ પ્રજવલીત કરેલી સેવાની જયોતને આળગ વધારવા બળ પુરૂ પાડવામાં આવ્‍યુ છે.

આગામી દિવસોમાં મુક્‍તિધામ પરિસરમાં આધુનિક વિશ્રાંતી રૂમ, ચાર બેડ સાથેનું અદ્યતન અગ્નિ સંસ્‍કાર હોલ, છાણા અને લાકડાના સ્‍ટોર માટે રૂમો, મૃતદેહ સાચવવા મોટા રૂમ તથા સ્‍મશાનયાત્રામાં જોડાનાર સ્‍વજનો માટે આરામ દાયક બેઠક વ્‍યવસ્‍થા સહીતની સુવિધાઓ ઉભી કરાશે. આ તમામ કામો બે વર્ષમાં પૂર્ણ કરી દેવાશે.

આ સેવા કાર્યો માટે સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી રમેશભાઇ વેકરીયાના માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઇ પાંભર, અતુલભાઇ પોકર, વિપુલભાઇ પાંભર, ચંદુભાઇ ઘેલાણી, સંજયભાઇ વઘાસીયા, હીરેનભાઇ ગોસ્‍વામી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે વિગતો વર્ણવતા જય સરદાર યુવા ગ્રુપના આગેવાનો નજરે પડે છે.

(3:35 pm IST)