Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જૈન વિઝન દ્વારા આયોજનની હારમાળાઃ આજે રંગ કસુંબલ ડાયરો

સતત ૧૧માં વર્ષે પ્રભુ મહાવીર સ્‍વામી જન્‍મકલ્‍યાણક મહોત્‍સવ અવસરે પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે રાત્રે ૮:૩૦ થી આયોજન

 

રાજકોટ,તા. ૧૯: ભગવાન શ્રી મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક અવસરે રાજકોટ ખાતે સતત અગિયારમા વર્ષે રાજકોટ સમસ્‍ત જૈન સમાજ અને જૈન વિઝન દ્વારા શ્નરંગ કસુંબલ ડાયરોઙ્ખનું અહોભાવ અને ભક્‍તિપૂર્વક અનેરું અદકેરૂ આયોજન આજે તા. ૧૯ ને શુક્રવારના રોજ રાત્રિના ૮.૩૦ થી શ્રી પ્રમુખ સ્‍વામી ઓડીટોરિયમ (એ.સી.), રૈયા રોડ ખાતે થયું છે.

ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્‍યાસ, નીલેશ પંડ્‍યા અને હરિસિંહ સોલંકી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે.

જૈન-કુળમાં જન્‍મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર ૧૨ વર્ષની વયે જૈન પાઠશાળામાં જૈન સ્‍તવનની સહુપ્રથમ રચના કરી હતી. આથી ઝવેરચંદ મેઘાણીની બાલ્‍યાવસ્‍થાની લીલાભૂમિ'રાજકોટ ખાતે આ પ્રેરક આયોજનનું સવિશેષ મહત્‍વ છે.

ટીમ જૈન વિઝન સતત ૧૧મા વર્ષે ભવ્‍ય આયોજનની હારમાળા સર્જવા તડામાર તૈયારીમાં લાગી ગયેલ છે. સમગ્ર આયોજનમાં પ્રમુખ સ્‍થાને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને કાર્યકર્મના ઉદ્ધઘાટક જૈન અગ્રણી જીતુભાઇ બેનાણી,જામનગર ના પૂર્વ મેયર બીનાબેન કોઠારી, રામભાઈ મોકરીયા (રાજયસભા સાંસદ) જયોતિન્‍દ્રભાઈ મહેતા (સહકારીઅગ્રણી), દર્શિતાબેન શાહ (ધારાસભ્‍ય-રાજકોટ), જયેશભાઈ શાહ (સોનમ ક્‍વાર્ટસ), મૂકેશભાઈ દોશી, (પ્રમુખ શહેર ભાજપ), ડો મેહુલ રૂપાણી (એચ એન શુક્‍લા કોલેજ) જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર,ભાજપ અગ્રણી વિજયભાઈ વાંક શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા વાવડી jmj ગ્રુપના મયુર્ધ્‍વજ સિંહ જાડેજા શહેર ભાજપ કોસાધ્‍યક્ષ મયુરભાઈ શાહ સુમન ઓટામેટીવના સુરેશભાઈ અજમેરા અને જૈન સમાજ ના અને અનેક સામાજિક રાજકીય આગેવાનો ખાસ ઉપસ્‍થિત રહશે.

(3:37 pm IST)