Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સ્‍વચ્‍છ સર્વેક્ષણ અર્થે ટ્રાન્‍સજેન્‍ડરો સાથે બેઠક

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ-૨૦૨૪ અંતર્ગત સ્‍વચ્‍છતા માટે લક્ષ્ય ફાઉન્‍ડેશનના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરની ભાગીદારી અને લીડરશીપને મજબુત બનાવવા વોર્ડ નં. ૧૪ માં કેનાલ રોડ ખાતે એક માર્ગદર્શક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્‍વ-સહાય જુથની રચનાથી ટ્રાન્‍સજેન્‍ડર લોકોનું નેતૃત્‍વ મજબુત બને અને જુથ થકી થતા ફાયદાઓથી માહીતગાર કરવામાં આવ્‍યા હતા. સાથો સાથ સ્‍વચ્‍છતા અંગે માહીતી પ્રચાર પ્રસાર અને લોકજાગૃતિમાં સહયોગી કેમ બની શકાય તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યુ હતુ. સુકા અને ભીના કચરાનું વર્ગીકરણ તથા રીડયુઝ, રીયુઝ અને રીસાઇકલ પ્રક્રિયાથી પણ સૌને માહીતગાર કરાયા હતા. શહેરને સ્‍વચ્‍છ બનાવવા તેમનું યોગદાન આપવા અંતમાં અપીલ કરાઇ હતી. આ કામગીરીને સફળ બનાવવા પ્રોજેકટ ઓફીસર કાશ્‍મિરા વાઢેરના માર્ગદર્શન હેઠળ સીનીયર કોમ્‍યુનીટી ઓર્ગેનાઇઝર દિપ્‍તીબેન આગરીયા, મેનેજર એસએમઆઇડી એસ. કે. બથવાર, સમાજ સંગઠક મોભેરા શિતલબેન તથા લક્ષ્ય ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી હુસેન નાયકે જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)