Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કોંગ્રેસની સભામાં વડાપ્રધાનની એપનો પ્રચારઃ વિગતો વાયરલ થતા દોડધામ

રાજકોટ : આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યુ તે પહેલા બહુમાળી ચોકમાં સભા યોજાઇ હતી, સભા સ્‍થળે સફેદ કલરની ખુરશીઓ શ્રોતાજનો માટે ગોઠવાઇ હતી, આ ખુરશી પાછળ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ‘નમો એપ' ના સ્‍ટીકર મારેલા હતા, અને શ્રોતાઓ આ એપ જોતા જ બોલી ઉઠયા કે કોંગ્રેસની સભામાં ભાજપના પ્રચાર... અને આ વિગતો વાયરલ થતા કોંગ્રેસના આગેવાનોમાં ભારે દોડધામ થઇ પડી હતી. આ સમયે મંચ ઉપર કોંગ્રેસના હાઇલેવલ આગેવાનો ઉપસ્‍થિત હતા તે નજરે  પડે છે.  (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:06 pm IST)