Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

આજે ‘વિશ્વ દરૂદ શરીફ' દિવસઃ ઇસ્‍વી પ્રમાણે પૈગમ્‍બર સાહેબનો જન્‍મ દિવસ અને યૌમે રઝા આજે એક જ દિવસે!

રઝા એકેડેમી દ્વારા દરૂદ શરીફનું પઠનઃ આ'લા-હઝરતની સ્‍મૃતિમાં પણ કાર્યક્રમો સોમવારે ઇસ્‍હાકબાપુનો ઉજવાશે ૩૦મો ઉર્ષ

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ર૦ :.. ભારતની સુન્‍ની સમાજની જાણીતી સંસ્‍થા રઝા એકેડેમી' મુંબઇ એ આજે પૈગમ્‍બર સાહેબના જન્‍મ દિવસ નિમિતે વિશ્વ દરૂદ શરીફ' દિવસ જાહેર કરેલ હોઇ સર્વત્ર દરૂદ શરીફનું પઠન થયાનું સંસ્‍થાના વડા જનાબ સઇદ નૂરી એ જણાવ્‍યું છે. બીજી તરફ આજે જ સુન્‍ની સંપ્રદાયના ધર્મગુરૂ અને ૧૪ મી સદિના મહાન વલી-મુજ દ્વિદ આ'લા-હઝરત ઇમામ અહેમદ રઝાખાન સાહેબ (રહે.) (બરૈલી શરીફ)નો પણ જન્‍મ દિવસ હોઇ અનેક સ્‍થળોએ ૧૭૩ મો યૌમે રઝા' ઉજવવામાં આવી રહ્યો છે.

પૈગમ્‍બર મુહમ્‍મદસાહેબનો જન્‍મ સને પ૭૧ના એપ્રિલ માસની ર૦ મી તારીખે મકકા શરીફ (અરબસ્‍તાન) માં થયો હતો. જે અંગ્રેજી કેલેન્‍ડર પ્રમાણે રઝા એકેડેમી આજનો દિવસ પયગમ્‍બર સાહેબના માનમાં વિશ્વ દરૂદ શરીફ દિવસ તરીકે દર વર્ષે ઉજવે છે.

બીજી તરફ 'લા-હઝરત' ના નામ માત્રથી પંકાયેલા ઇમામ અહેમદ રઝાખાન સાહેબ (રહે.) સને ૧૮પ૬ માં ઉત્તર પ્રદેશના બરૈલી શરીફ શહેરમાં જન્‍મયા હતા એ દિવસે હિજરી ૧ર૭ર ના સવ્‍વાલ માસની ૧૦ મી તારીખ હતી જે ઇસ્‍લામી પંચાગ મુજબ આજે ૧૦ મી શવ્‍વાલનો દિવસ છે.

અત્રે એ  યાદ રહે કે આ દિવસ તેઓની સ્‍મૃતિમાં વિશ્વભરમાં અનેક સ્‍થળોએ યૌમે રઝા' તરીકે ઉજવવામાં આવે છે. ત્‍યારે ખૂબી તો એ છે કે, આજે ઇસ્‍વીસન પ્રમાણે પયગમ્‍બર સાહેબનો જન્‍મ દિવસ અને યૌમે રઝા જોગાનુંજોગ એક જ દિવસે સાથે થઇ ગયા છે.

રાજકોટમાં પણ દર વર્ષે યૌમે રઝા અને ઉર્ષે ઇસ્‍હાકબાપુ એક સાથે વર્ષોથી ઉજવાય રહ્યો છે. સૌરાષ્‍ટ્રના જાણીતા ઉલેમા અને ફાતેહ સૌરાષ્‍ટ્ર તરીકે પંકાયેલા ખલીફ-એ-હુઝૂર મુફતીએ આઝમ હિન્‍દ, હઝરત મૌલાના મુહમ્‍મદ ઇસ્‍હાક સાહેબ હશમતી (રહે.) નો ઉર્ષ પણ સોમવારે ઉજવવામાં આવનાર છે.

હઝરત મૌલાના મુહંમદ ઇસ્‍હાક સાહેબ ખત્રી (રહે.) જયારે વફાત પામ્‍યા ત્‍યારે તેઓની ઝીયારત ખૂદ સૌરાષ્‍ટ્રના સુન્‍નીવડા હઝરત મૌલાના મુહંમ્‍મદ ઇબ્રાહીમ સાહેબ તુર્કી (રહે.) એ પઢી હતી અને એ વેળા જણાવ્‍યું હતું કે, મૌલાના ઇસ્‍હાક સાહેબ, મારા આધ્‍યાત્‍મિક સુપુત્ર હતા, જે વલી અને તેના પિતા પણ વલી.

નોંધનીય છે કે, મૌલાના ઇસ્‍હાક સાહેબ (રહે.) એ સૌરાષ્‍ટ્રમાં અનેક સ્‍થળોએ ઇમામત કરી છે અને ખાસ કરીને પોતાના વતન પોરબંદર વિસ્‍તારમાં અનેક ગામડામાં જઇ સુન્નીઅતનો ફેલાવો કરવા ઉપરાંત જયાં પણ ગયા, જયાં રહ્યા ત્‍યાં ખાસ કરીને મસ્‍લકે આ'લા-હઝરત' નો ધ્‍વજ લ્‍હેરાય નહીં ત્‍યાં સુધી હટયા ન હતા  સિંહ ગર્જના કરનાર મૌલાના ઇસ્‍હાક સાહેબ (રહે.) સને ૧૯૯૪ માં ૧ર શબ્‍વાલના શુક્રવારના દિવસે વફાત પામ્‍યા હતાં.

આજે પણ તેઓની ખોટનો અનેક લોકો આભાસ કરી રહ્યા છે. અને તેઓની ખામોશ કોલોની રાજકોટ ખાતે આવેલી તુર્બત શરીફ ખાતે શ્રધ્‍ધાળુઓ અંજલી અર્પિત કરી રહ્યા છે જેઓનો ૩૦મો ઉર્ષ સોમવારે હોઇ તેઓને ઇસાલે સવાબ કરવામાં આવનાર છે. (પ-ર૦)

 

(10:28 am IST)