Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

રાજકીય લોકસભાની ચૂંટણી

આચાર સંહિતા અંગેની ફરિયાદો માટે નાગરિકો ઓબ્‍ઝર્વર્સનો સંપર્ક કરી શકશે : ફોન નંબરો જાહેર

રાજકોટ, તા.૨૦: ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્‍ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્‍ય દ્વારા રાજકોટ લોકસભા બેઠકના જનરલ ઓબ્‍ઝર્વર તરીકે શ્રી ભવાનીસિંહ દેથાની નિમણૂંક કરાઈ છે. જેમનો મોબાઇલ નંબર-૬૩૫૭૦૬૫૬૦૧ છે. આચારસંહિતા સંબંધિત ફરિયાદ માટે તેમનો સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે સંપર્ક કરી શકાશે.

જયારે લો એન્‍ડ ઓર્ડરની કામગીરીની દેખરેખ માટે પોલીસ ઓબ્‍ઝર્વર તરીકે  શ્રી ચંદન કુમાર ઝાની નિમણુંક કરવામાં આવી છે, જેમનો મોબાઇલ નંબર-૬૩૫૭૦૬૫૬૦૩ છે. આચારસંહિતા સંબંધિત ફરિયાદ માટે તેમનો સોમવાર બુધવાર અને શુક્રવાર દરમિયાન સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે સંપર્ક કરી શકાશે.

લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નિરીક્ષણ રાખવા માટે એક્‍સપેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે શ્રી માધવચંદ્ર મિશ્રાની નિમણૂક કરાઈ છે,

જેમનો મોબાઇલ નંબર-૬૩૫૭૦૬૫૬૦૨ છે. આચારસંહિતા સંબંધિત ફરિયાદ માટે તેમનો સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે સંપર્ક કરી શકાશે.

(3:43 pm IST)