Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

શાપર-વેરાવળના બનાવટી સીરપ પ્રકરણમાં વોન્‍ટેડ રાજકોટનો સલીમ કાણીયા પકડાયો

રૂરલ ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્‍કવોડની ટીમે પારડીથી દબોચી લીધો

રાજકોટ તા. ર૩: શાપર-વેરાવળના બનાવટી સીરપ પ્રકરણમાં વોન્‍ટેડ રાજકોટના શખ્‍સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.

જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડએ ગંભીર ગુન્‍હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઓ આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સપેકટર વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્‍સ. એચ. સી. ગોહીલ, ડી. જી. બડવા તથા પેરોલ ફર્લો સ્‍કોડના પો. સબ ઇન્‍સ. એસ. જે. રાણા તથા ટીમે શાપર (વે) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના પડવલા જી.આઇ.ડી.સી. વિસ્‍તારમાંથી પકડાયેલ બનાવટી સીરપ પ્રકરણના વોન્‍ટેડ આરોપી સલીમ બચુભાઇ કાણીયા રહે. રાજકોટ બજરંગવાડી મોમીન નગર શેરી નં.૧૦ છેલ્લા દશેક મહિનાથી નાસતા ફરતો હોય એ.એસ.આઇ. બ્રિજરાજસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. અબ્‍બાસભાઇ ભારમલને સંયુકત રીતે મળેલ હકિકત આધારે મજકુર સલીમ બચુભાઇ કાણીયા રહે. રાજકોટને પારડી શીતળા મંદીર પાસેથી પકડી પાડી શાપર-વેરાવળ પોલીસને હવાલે કર્યો હતો. આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, પો. હેડ કોન્‍સ. દિગ્‍વિજયસિંહ રાઠોડ, વાઘાભાઇ આલ, તથા મહિપાલસિંહ ચુડાસમા તથા ડ્રાો. પો. કોન્‍સ. વિરમભાઇ સમૈયા વિગેરે જોડાયેલ હતા.

(11:41 am IST)