Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

બે લાખ ૬૫ હજારના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

ફાયનાન્‍સ કંપનીએ વાહન કબ્‍જે લઇ વેચી નાખવા સંદર્ભે થયેલ

રાજકોટ તા. ૨૩ : ચોલામન્‍ડલમ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સે લોન  ડિફોલ્‍ટર પાસેથી વાહન કબજે લીધા બાદ વેચી નાખ્‍યાના સંજોગોમાં દાખલ કરાયેલા રૂા.૨.૬૫ લાખનો ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ,  માનસિંહ જોઘાભાઈ પરમારે ચોલામન્‍ડલમ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સ લી. દ્વારા લોન ડિફોલ્‍ટર માનસિંહ જોધાભાઈ પરમાર પાસેથી વાહન કબજે લીધા બાદ વાહનનું વેચાણ કરી નાખ્‍યું હતું અને ત્‍યારબાદ માનસિંહ પરમાર

વિરૂધ્‍ધ રૂા.૨,૬૫,૭૫૪નો ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ફાઇનાન્‍સ પેઢીએ  આરોપીનું વાહન વેચાણ કરી નાંખેલ હોય, જેથી લોન એગ્રીમેન્‍ટનો અંત થયેલ હોય અને ત્‍યાર બાદ હાલનો કેસ દાખલ કરેલ હોય જેથી કોર્ટે આરોપીની ઉલટ તપાસ લેવાનો હકક બંધ કરી હજાર રૂપિયા કોસ્‍ટ પણ કરેલ હોય અને તે રકમ ફરિયાદી પક્ષ દ્વારા જમા કરાવવામાં આવેલ ન હોય અને રેકર્ડ પરના પુરાવાઓ તેમજ તેમજ રજૂ કરેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદા ધ્‍યાને લઈ  કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ મકવાણા હિતેશ ધીરજલાલ, ડી.ડી. બથવાર, સંજય એમ. ચાવડા, એસ. યુ. વિંઝુડા તથા એન.જી. છન્નુરા રોકાયા હતા.

(4:08 pm IST)