Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કારની ઠોકરે બે બાઇક ચડી જતાં ક્રિકેટ ટુર્નામેન્‍ટ જોઇ ઘરે જતાં ૪ મિત્રો ઘવાયા

આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્‍ચે મુરલીધર વે બ્રીજ પાસે બનાવ

રાજકોટ તા. ૨૪: આજીડેમ ચોકડીથી હુડકો ચોકડીથી હુડકો ચોકડી વચ્‍ચેના રસ્‍તા પર મુરલીધર વે બ્રીજ પાસે રાત્રીના હિટ એન્‍ડ રનનો બનાવ બન્‍યો હતો. જેમાં એક કારનો ચાલક બે ટુવ્‍હીલરને ઉલાળીને ભાગી જતાં ચાર મિત્રોને ઇજા થઇ હતી. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ નિહાળીને ચારેય ઘરે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયામાં રહેતો જયદિપ જેન્‍તીભાઇ સતાસીયા (ઉ.વ.૨૯), તેના મિત્રો જસ્‍મીન જેન્‍તીભાઇ સતાસીયા (ઉ.વ.૨૮) તથા બાલાજી પાર્ક દોઢસો ફુટ રીંગ રોડ પર રહેતાં જેનીલ જીતેન્‍દ્રભાઇ જેસડીયા (ઉ.વ.૧૮) અને ખુશાલ મનસુખભાઇ લક્કડ (ઉ.વ.૨૦) રાતે ગ્રીનલેન્‍ડ ચોકડીએ બે અલગ અલગ ટુવ્‍હીલરમાં બેસીને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ નિહાળવા ગયા હતાં. ચારેય ત્‍યાંથી રાતે એકાદ વાગ્‍યે પરત ઘર તરફ જતાં હતાં ત્‍યારે આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્‍ચે મુરલીધર વે બ્રીજ પાસે પહોંચ્‍યા ત્‍યારે કારનો ચાલક બંને વાહનને ઠોકરે લઇ ભાગી જતાં ચારેય મિત્રો ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:24 am IST)