Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

પુજીત રૂપાણી ટ્રસ્‍ટ અને રોટરી કલબ મીડટાઉન દ્વારા ગાલપચોળીયા-ઓરી અને નુરબીબી રસીકરણ કેમ્‍પ

રાજકોટ : પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુકત ઉપક્રમે ટ્રસ્‍ટના ભવન ‘કિલ્લોલ', ૧-મયુરનગર ખાતે ગાલપચોળીયા-ઓરી-નુરબીબીની રસી વિનામુલ્‍યે મુકી આપવાનો કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. સાથે બાળકોને થતા વિવિધ રોગોની તપાસ કરી જરૂરી દવાઓ વિનામુલ્‍યે અપાઇ હતી. આ કેમ્‍પના ઉદ્દઘાટક તરીકે કેન્‍દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ટ્રસ્‍ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્‍છરાજાની, બીપીનભાઇ વસા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. કેમ્‍પમાં બાળરોગ નિષ્‍ણાંત ડો. નિખિલભાઇ શેઠ, ડો. નિલભાઇ વાછાણી ઉપસ્‍થિત રહ્યા હતા. મહેમાનોનું બુકેથી સ્‍વાગત કરાયુ હતુ. સમગ્ર સંચાલન હસુભાઇ ગણાત્રાએ કરેલ. સમગ્ર કેમ્‍પને સફળ બનાવવા ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઇ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાબીબેન મકવાણા, શિલ્‍પાબેન કુમારખાણીયા, ડો. સલોનીબેન ડોડીયા, ડો. નેન્‍સીબેન ડોબરીયા, ડો. જાસ્‍મિતાબેન ચાવડા, ડો. ચિંતનભાઇ જોશી, જાનકીબેન રામાણી, અલ્‍પાબેન ભટ્ટ, ડો. યશ્વીબેન કારીયા, ડો. નિરાલી સાવડીયા, ડો. ક્રિષ્‍ના ચાવડા, ડો. ગ્રીષ્‍મા માલવીયા, મંજુલાબેન ભાલાળા, વર્ષાબેન મકવાણા, હાજરાબેન બુમભાણી ઠેબા, દીપકભાઇ જોશી, અનિલભાઇ ચાવડા, ભરતભાઇ પાઠક વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:23 pm IST)