Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

બાલભવનમાં સોમવારથી ઉનાળુ વેકેશન વર્કશોપનો પ્રારંભઃ ૧૬ વર્ષ સુધીના બાળકોને તક

કરાટે, ડાન્‍સ, યોગા, અભિનય, ગરબા, નેઇલ આર્ટ સહીતની એકટીવીટી કરાવાશે

રાજકોટ તા. ર૪: દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા ઉનાળુ વેકેશનનાં વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ થી ૧૬ વર્ષનાં દરેક બાળકો ભાગ લેતા હોય છે. બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોજોષી અને ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન)નાં માર્ગદર્શન હેઠળ બાલભવનનાં ઓફિસ સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઇ વ્‍યાસ તથા બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે આ વર્ષે પણ ઉનાળુ વેકેશન વર્કશોપનું આયોજન થવા જઇ રહ્યું છે.

તા. ર૯ થી શરૂ થતા આ (સવારનાં) વર્કશોપમાં કરાટેઃ તા. ર૯-૦૪-ર૦ર૪ થી તા. ૪-પ-ર૦ર૪ સવારે ૯-૦૦ થી ૧૦-૦૦, તબલા તાલીમઃ તા. ર૯-૪-ર૦ર૪ થી તા. ૦૪-પ-ર૦ર૪ સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦, કેરમઃ તા. ર૯-૦૪-ર૦ર૪ થી તા. ૦૪-પ-ર૦ર૪ સવારે ૧૧-૦૦ થી ૧ર૦૦.

રંગપૂર્ણીઃ તા. ૬-પ-ર૦ર૪ થી તા. ૧૧-પ-ર૦ર૪ સવારે ૯-૦૦ થી ૧૦-૦૦, ફોક ડાન્‍સઃ તા. ૬-પ-ર૦ર૪ થી તા. ૧૧-પ-ર૦ર૪ સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦, વેસ્‍ટર્ન ડાન્‍સઃ તા. ૬-પ-ર૦ર૪ થી તા. ૧૧-પ-ર૦ર૪ સવારે ૧૧-૦૦ થી ૧ર-૦૦, યોગાઃ તા. ૧૩-પ-ર૦ર૪ થી તા. ૧૮-પ-ર૦ર૪ સવારે ૯૦-૦૦ થી ૧૦-૦૦.

ચેસ તાલિમઃ તા. ૧૩-પ-ર૦ર૪ થી તા. ૧૮-પ-ર૦ર૪ સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦, જનરલ ડ્રોઇંગઃ તા. ૧૩-પ-ર૦ર૪ થી તા. ૧૮-પ-ર૦ર૪ સવારે ૧૧-૦૦ થી ૧ર૦૦, હારમોનીયમઃ તા. ર૦-પ-ર૦ર૪ થી તા. રપ-૦પ-ર૦ર૪ સવારે ૯-૦૦ થી ૧૦-૦૦, બાળગીતઃ તા. ર૦-પ-ર૦ર૪ થી તા. રપ-૦પ-ર૦ર૪ સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦, અભિનય બાળગીતઃ તા. ર૦-પ-ર૦ર૪ થી તા. રપ-૦પ-ર૦ર૪ સવારે ૧૧-૦૦ થી ૧ર-૦૦ સુધીનો સમય રહેશે.

તેમજ સાંજના વર્કશોપમાં કોલઝઃ તા. ર૯-૪-ર૦ર૪ થી તા. ૪-પ-ર૦ર૪ સાંજે પ-૦૦ થી ૬-૦૦, કલર ટેકનીકઃ તા. ર૯-૪-ર૦ર૪ થી તા. ૪-પ-ર૦ર૪ સાંજે ૬-૦૦ થી ૭-૦૦, મેનેજીન ક્રાફટઃ તા. ર૯-૪-ર૦ર૪ થી તા. ૦૪-પ-ર૦ર૪ સાંજે ૭-૦૦ થી ૮-૦૦, પર્સનાલિટી ડેવલપમેન્‍ટઃ તા. ૬-પ-ર૦ર૪ થી તા. ૧૧-૦પ-ર૦ર૪ સાંજે પ-૦૦ થી ૬-૦૦, એકપાત્રીય અભિયનઃ તા. ૬-પ-ર૦ર૪ થી તા. ૧૧-૦પ-ર૦ર૪ સાંજે ૬-૦૦ ૭-૦૦,

ગરબા તાલીમઃ તા. ૬-પ-ર૦ર૪ થી તા. ૧૧-પ-ર૦ર૪ સાંજે ૭-૦૦ થી ૮-૦૦, ટીવી ન્‍યુઝ રીડીંગ તાલિમઃ તા. ૧૩-પ-ર૦ર૪ થી તા. ૧પ-૦પ-ર૦ર૪ સાંજે પ-૦૦ થી ૬-૦૦, વૈજ્ઞાનિક રમકડાઃ તા. ૧૩-૦પ-ર૦ર૪ થી તા. ૧૮-૦પ-ર૦ર૪ સાંજે ૬-૦૦ થી ૭-૦૦, ઓરીગામીઃ તા. ૧૩-૦પ-ર૦ર૪ થી તા. ૧૮-૦પ-ર૦ર૪ સાંજે ૭-૦૦ થી ૮-૦૦, નેઇલ આર્ટઃ તા. ર૦-પ-ર૦ર૪ થી તા. રપ-૦પ-ર૦ર૪ સાંજે ૬-૦૦ થી ૭-૦૦, કીરીગામીઃ તા. ર૦-પ-ર૦ર૪ થી તા. રપ-૦પ-ર૦ર૪ સાંજે ૭-૦૦ થી ૮-૦૦, ગ્‍લાસ પેઇન્‍ટીંગઃ તા. ર૦-૦પ-ર૦ર૪ થી તા. રપ-૦પ-ર૦ર૪ સાંજે ૭-૦૦ થી ૮-૦૦.

દરેક વર્કશોપમાં પ થી ૧૬ વર્ષની વયનાં બાળકોને લાગુ પડતી વય મર્યાદા પ્રમાણે કોઇપણ બાળકો ભાગ લઇ શકે છે. તા. ર૦ એપ્રિલથી ફોર્મ ભરવાનાં શરૂ થઇ ગયેલ છે. સોમવારથી શનિવાર સાંજે પ થી ૭-૩૦ દરમ્‍યાન દરેક વર્કશોપનાં અલગ અલગ ફોર્મ ભરી શકાશે. ઉપરોકત તારીખ સમય દરમ્‍યાન જન્‍મ તારીખ દર્શાવતાં કોઇપણ પ્રમાણપત્ર સાથે બાલભવન રાજકોટ કાર્યાલયેથી ફોર્મ મેળવી લઇ ભરી આપવાનાં રહેશે. વધુ માહિતી તથા પેમ્‍પ્‍લેટ બાલભવન કાર્યાલય પરથી સોમવારથી શનિવાર સાંજે પ થી ૭-૩૦ દરમ્‍યાન મળી શકશે. તેમ એક યાદીમાં જણાવાયું છે

(4:23 pm IST)