Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

રાજકોટની B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં 80 ટકા સ્ટાફ નકલી હોવાનું ખૂલ્યું

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમીયોપેથીની ટીમે તપાસ હાથ ધરી

રાજકોટમાં ફરી એક વાર કોલેજમાં છબરડો સામે આવ્યો છે. રાજકોટ ખાતે આવેલી  B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં વધુ એક વિવાદમાં આવી છે. B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમીયોપેથીની ટીમે તપાસ હાથ ધરી છે.

નેશનલ કમિશન ફોર હોમીયોપેથીની ટીમની તપાસ દરમિયાન કોલેજમાં ગેરરીતિ સામે આવી છે. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 80 ટકા સ્ટાફ નકલી હોવાનું ખૂલ્યું છે. કોલેજમાં લાયકાત ધરાવતો સ્ટાફ જ નથી. સ્ટાફની નિમણૂકો માત્ર કાગળ પર હોવાનો ખુલાસો થયો છે.પગાર ચૂકવવામાં પણ ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ માર્કશીટ કૌભાંડમાં કોલેજનું નામ સામે આવ્યુ હતુ.

(9:26 pm IST)