Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સિતારામનગરના રમેશભાઇએ બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૫: ભાવનગર રોડ પર ચંપકભાઇ વોરા દવાખાના પાછળ સિતારામનગરમાં રહેતાં રમેશભાઇ કરમશીભાઇ થારતીયા (ઉ.વ.૪૨)ને માનસિક બિમારી હોઇ સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર બે બહેન અને ચાર ભાઇમાં નાના તથા કુંવારા હતાં.

(4:43 pm IST)