Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

૭પ લાખના ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને બે વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. રપઃ રૂા. ૭પ લાખના ચેક રિટર્નના કેસમાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા ફરમાવતી હતી.

આ અંગેની વિગત એવી છે કે આરોપી રીસમાબેન વિરલભાઇ ચગે એકતા ડેવલપર્સના માલીક પરેશભાઇ વિઠલાણી પાસેથી તેમના પ્રોજેકટ શાંતિ હાઇટસમાં ફલેટની ખરીદી કરી દસ્‍તાવેજ કરાવી લીધો હતો. પરંતુ દસ્‍તાવેજમાં દર્શાવેલ ૭પ લાખનું પેમેન્‍ટ નહિં કરતાં ફરિયાદીએ નોટીસ પાઠવી હતી જેથી રૂા. પ૦ લાખ અને રપ લાખના બે ચેકો આપેલ હતાં.

ત્‍યારબાદ આપેલ ચેકો રિટર્ન થતાં કોર્ટમાં મહિલા આરોપી વિરૂધ્‍ધ ફરીયાદ કરવામાં આવતાં ફરિયાદી તરફે આધાર-પુરાવા રજુ કરી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરીને દલીલો વકીલો દ્વારા કરવામાં આવી હતી.

આ કેસ ચાલી જતાં અદાલતે રજુ થયેલ આધાર-પુરાવા તેમજ વિવિધ હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇને મહિલા આરોપીને જુદા જુદા બે કેસોમાં બે વર્ષની સજા ફટકારી હતી.

આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ જીતેન્‍દ્ર એચ. પારેખ, જયદીપ બાલાસરા તથા એમ. વી. મેઘાસીયા રોકાયા હતાં.

(3:24 pm IST)