Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ ૪ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

રાજકોટ, તા.૨૫

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મ્ઝ્રછના સેમિસ્ટર ૪નુ પેપર લીક થવાનો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો ૬ દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે. એક અઠવાડિયા જેટલો સમય વિત્યા બાદ હવે આ મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મ્ઝ્રછના સેમિસ્ટર ૪નુ પેપર લીક થવાનો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો ૬ દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે. એક અઠવાડિયા જેટલો સમય વિત્યા બાદ હવે આ મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.

આ કમિટીના રિપોર્ટ સોંપ્યા બાદ ફોજદારી કેસ કરવામાં આવશે. કમિટીના રિપોર્ટના આધારે પેપર રદ થવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે. બીજી તરફ BCAના સેમિસ્ટર ૪ના પેપર લીક થવા મામલે ABVPમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ABVPએ રજીસ્ટ્રાર સામે સૂત્રોચ્ચાર કરી પેપરલીક કરનાર સામે ઝડપથી કાર્યવાહી કરવા માગ કરી છે.

 

(9:27 pm IST)