Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કેશોદના નાની ઘંસારી ગામે વિજ શોક લાગતા આહિર ખેડૂત પિતા પુત્રના મોત

વાડીએ ઇલેકટ્રીક મોટરનું સ્ટાર્ટર રીપેર કરતા સમયે વિજ શોક લાગ્યો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨ : કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડુત આહિર માલદેભાઈ નાથાભાઈ હડીયા (ઉ.વ.૬૫) તથા તેમનાઙ્ગ પુત્ર ભીમશીભાઈ માલદેભાઈ હડીયા(ઉ.વ.૪૧)નું વિજ શોક લાગતા પિતા-પુત્રના મોત નિપજતા નાના એવા નાની ઘંસારી ગામમાં માતમ સાથે અરેરાટી વ્યાપીજવા પામેલ છે.ઙ્ગ

ખેડુત પિતા પુત્ર માલદેભાઈ અને ભીમશીભાઈઙ્ગ પોતાની વાડીએ ઇલેકટ્રીક સ્ટાર્ટર રીપેરીગ કરી રહ્યાં હતાં ત્યારે અકસ્માતે વિજ શોક લાગતાં૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલે ખસેડયાઙ્ગ હતા. સિવીલ હોસ્પિટલના ફરજ પરના ડોકટરે બન્નેને મૃત જાહેર કરતા પરિવારને ધરના બન્ને વડિલ મોભી ગુમાવ્યાનો એહસાસ થતા હડિયા પરિવારેઙ્ગ વિજળી પડયા જેવો આઘાત અનુભવેલ હતો.ઙ્ગ

કેશોદ સિવિલ હોસ્પટલના ફરજ પરના ડો. એ.ટી. ભીમાણીએ મૃતકોનુ પી.એમ. કરી પિતા-પુત્રના મૃતદેહ તેમના સોંપેલ હતા.

નાની ઘંસારીના નિવાસસ્થાનેથી એકીસાથે પિતા-પુત્ર બન્નેની અસ્થીઓની સ્મશાન યાત્રા નીકતાઙ્ગ પથ્થર હ્રદયના માનવી પણ પિગળી જાય તેવુ પરિવારમાં આક્રંદ સાથે સ્મશાન યાત્રામાં જોડાયલ સમસ્તઙ્ગ નાની ઘંસારી ગામ હિબકે ચડેલ જોવા મળેલ હતુ. તથા કોણ કોને આશ્વાસન આપે તેવા દશ્યો સર્જાયા હતા.

મૃતક માલદેભાઈનો પુત્ર મૃતક ભીમશીભાઈઙ્ગ પંચાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તથા સાથે સાથે પિતાને ખેતીકામમાં પણ મદદરૂપ બનતા હતા. મૃતક માલદેભાઈના ત્રણ સંતાનો બે પુત્ર અને એક પુત્રીમાં મૃતક પુત્ર ભીમશીભાઈ સૌથી મોટા હતા. જયારે મૃતક ભીમશીભાઈને સંતાનમાં એક પુત્રી હાવોનુ જાણવા મળેલછે. આમ કુદરતના વજ્ ઘાતથી હર્યાભર્યા પરિવારનો માળો વેરવિખેર થઈ ગયેલ છે.ઙ્ગ ઙ્ગ

મેઘરાજાએ વિરામ લેતાં વરાપ નીકળતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પોતાની મોલાત બચાવવા ચિંતાગ્રસ્ત હોય છે. જેથી અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં ભરાઈ ગયેલાં પાણીને પંપીંગ દ્વારા બહાર કાઢવામાં વ્યસ્ત બન્યાં છેે ત્યારે અકસ્માતે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.ઙ્ગ

કેશોદ તાલુકાના નાનકડા એવાં નાની ઘંસારી ગામે એક જ પરિવારના બે વડિલ મોભીનું મૃત્યુથીઙ્ગ પરિવારે છત્રછાંયા ગુમવતાઙ્ગ અરેરાટી સાથે હડિયા પરિવાર ઉંડા આઘાતમાં સરી ગયેલ છે.

(12:01 pm IST)