Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સુરેન્દ્રનગરમાં લેબલ કોન્ટ્રાકટર અને સ્ટાફ પર ગોળીબાર

૬૦ ફૂટ રોડ પર ગટરના કામ બાબતે ધમકી આપી નાણા માંગ્યા : પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જાનથી મારી નાંખવાની ધમકી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના ૬૦ ફુટ રોડ પર રહેતાં લેબર કોન્ટ્રાકટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફાયરીંગનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનારે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી મુજબ લેબર કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતાં અરવિંદસિંહ વિરસંગભાઈ જાદવવાળાને વઢવાણ ૮૦ ફુટ રોડ પર શાક માર્કેટ પાસે ફરિયાદીનું સરકારી કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું કામ ચાલી રહ્યું હતું.

આરોપી અજય દેવુભાઈ મોરી રહે.૮૦ ફુટ રોડ વઢવાણવાળાએ આવીને કોન્ટ્રાકટરને તથા સાહેદોને કામ બંધ કરાવવા બાબતે ગાળો આપી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને જો કામ શરૂ રાખવું હોય તો રૂપિયા આપવા પડશે નહિંતર ફાયરીંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર લેબર કોન્ટ્રાકટરે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

સાયલા ઓવનગઢ ગામેથી તમંચા સાથે એક ઝડપાયો

સાયલા તાલુકાના વિધાનસભાની ચૂંટણી જાહેર જતાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા તત્વો સામે પોલીસે ઝડપભેર કાર્યવાહી શરૂ કરી છે. પેરોલ ફલો સ્કોડની ટીમના સાથે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ઓવનગઢ યુવાન પાસે તમંચો. હોવાની અને ગુંદાવાડીથી શાંતિનગર તરફ ચાલતા આવતો હોવાની બાતમી મળી હતી. પોલીસે ઓવનગઢ અજીતભાઈ ઉર્ફે છોટુભાઇ માનસિંગ ભાઈ કે.પટેલના પેન્ટના નેફામાં છુપાવેલ રૂ.૫૦૦૦ ની.નો તમંચો મળી આવ્યો હતો જે તમંચો ઘોડો જોતા લોક અનલોડ થતો ન હતો. પોલીસની ટીમે આરોપીને કોવીઝ-૧૯ તપાસ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

જોરાવરનગર પોલીસે સટ્ટો રમતા ઝડપી લીધા

રતનપર લાલાભાઇ ભરવાડની ચા ની હોટલની પાછળના ભાગે શેરીમાં ઓટા ઉપર (૧) ભરતભાઇ ત્રિકમભાઇ પરમાર જાતે સતવારા ઉ.વ.૪૮ ધંધો હીરા ઘસવાનો રહે.રતનપર સંજીવની સોસાયટી સામે શેરી નં.૧૩ (૨)મહેશભાઇ પટેલ રહે.ખેરાળી (૩) જીતુભાઇ પ્રજાપતિ રહે.જોરાવરનગર હનુમાન ચોક (૪) રમેશભાઇ ભરવાડ રહે.જોરાવરનગર લાતી બજાર આરોપી નં.(૧)  વોટ્સએપ દ્વારા હાલમા ચાલી રહેલ આઇ.પી.એલ. તથા અન્ય ઓનલાઇન ક્રિકેટ મેચના ખેલાડીઓના નંબર તથા ટીમનો પ્રથમ અંગ્રેજી અક્ષર લખી તેના ભાવો નક્કી કરી આરોપી નં.(૨) થી (૪) વાળાઓ સાથે જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન આરોપી નં.(૧) વાળો રોકડા રૂ.૩૪,૭૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૩૯,૭૦૦ સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ પો.સબ ઇન્સ. એન.એચ.કુરેશી કરે છે.

(11:39 am IST)