Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કચ્છ : જીએસટી સુપ્રિ.રતનલાલ મીણાનું અરેરાટી ભર્યું મોત

વતન અલવર રાજસ્થાનથી પરત ફરજ પર આવતી વેળાએ કાર અકસ્માત

ભુજ,તા. ૭:કચ્છ જિલ્લાના સેન્ટ્રલ જીએસટી કચેરીના યુવાન સુપ્રિટેન્ડન્ટનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતાં કચ્છમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

વતન રાજસ્થાનથી પરત પોતાની ફરજ ઉપર કારમાં ગાંધીધામ આવી રહેલા રતનલાલ મીણાને થરા નજીક અકસ્માત નડ્યો હતો. બનાસકાંઠાના થરા નજીક નેશનલ હાઇવે ઉપર તેમની કાર આગળ જઈ રહેલા ટ્રેઈલરમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રેઈલરના પાછળના ભાગે થયેલ ટક્કરમાં તેઓ સ્ટિયરીંગ નીચે દબાઈ ગયા હતા.

બનાવની જાણ થતાં અન્ય સ્ટાફ થરા પહોંચી ગયો હતો. મૃતદેહનુ પીએમ કરી વતન અલવર અંતિમવિધિ માટે મોકલ્યો હતો.

(11:23 am IST)