Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કચ્છના લખપત નજીક અજાણી મહિલા હત્યા કરેલી દાટેલી લાશ મળતાં ચક્ચાર : લાશની નજીકથી ચંપલ, પાણીની બોટલ મળ્યા

(ભુજ) કચ્છના છેવાડાના લખપત તાલુકાના સિમાડે આવેલા ગુનેરી નજીક અજાણી મહિલાની મળેલી લાશે ચક્ચાર સાથે ચર્ચા સર્જી છે. 

   ગુનેરી અને ઉમરસર ગામની વચ્ચે સીમમાં ઢોર ચરાવી રહેલા માલધારીએ આ અંગે ગામ લોકોને જાણ કરી હતી. તેને પગલે દયાપર પીએસઆઈ ગહેલોત તેમ જ નખત્રાણા ડીવાયએસપી યાદવ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

 આ અર્ધ દાટેલી લાશની નજીક ચંપલ, પાણીની બોટલ પડી હતી. ડીવાયએસપી યાદવે આ બનાવ હત્યાનો હોવાનું જણાવી વધુ તપાસ હાથ ધરી છે. લાશનું પીએમ કરી ઓળખવિધિની પ્રક્રિયા દયાપર પોલીસે હાથ ધરી છે.

(9:54 am IST)