Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભાવનગરના કવિ મહેન્દ્ર ગોહિલને ધર્મપત્નીએ અગ્નિદાહ આપ્યો

ભાવનગર તા.૭: ગુજરાતના પત્રકારત્વ ક્ષેત્રે બહુ મોટું યોગદાન આપનાર ભાવનગરના પીઢ પત્રકાર અને જાણીતા લેખક - કવિ મહેન્દ્રભાઈ ગોહિલનું તા.૬ ઓકટોબર ૨૦૨૦ના વહેલી સવારે દુઃખ અવસાન થયેલ તેમનો થોડા દિવસ પહેલા ભાવનગરના હલુરિયા ચોકમાં રખડતા ઢોર તેમના વાહન સાથે અથડાતા અકસ્માત થતા તેઓ સારવાર તળે અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતા. ત્યાં અચાનક તેમની તબિયત લથડતા તેઓનું ૭૪ વર્ષની વયે અવસાન થયું છે.

તેમનો પાર્થિવ દેહ બપોરે ભાવનગર આંબાવાડી ખાતે તેમના નિવાસસ્થાને લવાયો હતો. જયાં બપોરે સગા સ્નેહીજનો તમામ લોકો કોરોના કઅંતિમ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતિમયાત્રા મર્યાદિત સંખ્યામાં સંપન્ન કરાઈ હતી.

તેઓ સમય સાથે પરિવર્તનમાં માનતા હતા, તેઓ યુવા પત્રકારો માટે હરતી હરતી વિશ્વવિદ્યાલય સમાન હતા. તેઓ સ્થાનિક સમાચારો માટે ડીઝીટલ લોકલ ન્યૂઝ ચેનલ શરૂ કરનારા માત્ર ગુજરાતમાં જ નહિં દેશમાં પહેલા પત્રકાર હતા. તે ઉપરાંત તેઓ સોશ્યલ મીડિયામાં વોટ્સએપ સમાચારનો આઈડિયા આપનાર પોતે હતા. તેઓએ સાહિત્ય ક્ષેત્રે મોટું ખેડાણ કરી કવિ તરીકે 'ઉલ્કા' નામે નામના મેળવી હતી. અનેક રાજકીય નેતાઓ તેમની વ્યૂહરચના પર ચાલવાનું પસંદ કરતાં હતાં. તેમની સલાહ મેળવતા હતા.

મહેન્દ્રભાઈ અને ધર્મપત્ની ભારતીબેનનું એક બીજા માટે કરેલું કમિટમેન્ટ હતું કે જે જીવન યાત્રામાં પહેલા વિદાય લે તેને બચેલા જીવનસાથી એ પોતાના હાથે અગ્નિદાહ દેવાનો. ધર્મપત્ની ભારતીબેન એ કઠણ હૈયે આ વચન નિભાવ્યું. હિન્દૂ રીવાજ મુજબ સમશાનમાં મહિલા જતા નથી પણ ભારતીબેન ગયા. અને હિંમતભેર પતિ મહેન્દ્રભાઈને અગ્નિદાહ પણ આપ્યો.! જોગાનુજોગ તેમના દિકરો-દિકરી બન્ને હાલ વિદેશ છે. ત્યારે ભારતીબેન હિંમત હાર્યા વગર અડીખમ રહ્યાં. અને કહ્યું કે આવા બહાદુર પતિ પાછળ રડવાનું ન હોય, તેને તો આ જીવનકળા માટે સલામી આપવાની હોય અને અંતિમ સલામી આપી હતી.

(10:17 am IST)