Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ધોરાજી તાલુકાના ૪૨૦૦ ખેડૂતોનું મગફળી માટે રજીસ્ટ્રેશન થયું

આધારકાર્ડ સંબંધિત ક્ષતિ દૂર, મામલતદાર દ્વારા બે ટાઇમ મુલાકાત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૭: રાજય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતાં ધોરાજી તાલુકાના માત્ર ૬ દિવસમાં ૪૨૦૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂકયું છે.

શરૂઆતમાં આધારકાર્ડ લિંકઅપ સંબંધિત ક્ષતિઓ સર્જાતા ખેડૂતોએ ઢીલી કામગીરીને લઈ હોબાળો મચાવ્યો હતો. આથી ધોરાજી મામલતદાર કે. ટી. જોલાપરા એ આધારકાર્ડ મામલે સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ કર્યા બાદ રાજય સરકારે પણ આધારકાર્ડમાં પુરી જન્મ તારીખને બદલે માત્ર વર્ષ આધારે ફરી રજીસ્ટ્રેશન કરતા ખેડૂતોની સમસ્યા દૂર થઈ હતી.

ધોરાજી પ્રાંત અધિકારી મિયાણી અને મામલતદાર જોલાપરા દૈનિક બે વખત ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે મુલાકાત લઈ રહ્યા છે.

મામલતદાર જોલાપરા એ જણાવેલકે રજીસ્ટ્રેશનમાં આધારકાર્ડને લાગતી મુશ્કેલી દૂર કરવામાં આવી છે. હવે ખેડૂતો સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને ભીડ થતી નથી.

તા.૧/૧/૧૦ થી આજ સુધી માં ધોરાજી તાલુકાના ૪૨૦૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે.

(11:40 am IST)