Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મોરબી-વાંકાનેર તાલુકાની પાંચ ચોરીના ગુન્હામાં સામેલ આરોપી સામખિયાળી પાસેથી ઝડપાયો

ભુજ,તા. ૭:બોર્ડ૨ રેન્જ આઇ.જી.પી. જે આર.મોથલીયા  ભુજ તથા પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ મયુર પાટીલ તરફથી જીલ્લામાં મિલ્કત ચોરી સબંધીત ગુનાઓ ડીંટેકટ કરવા આપેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ભચાઉ તથા સર્કલ પો.ઇન્સ ડી.એમ.ઝાલા તરફથી મળેલ સુચના મુજબ સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. વી.જી.લાંબરીયા નાઓના માર્ગદર્શન હેઠળ કોન્સ.શૈલેષભાઇને મળેલ હકિકત કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મો.સા થી સામખીયાળી થી મોરબી ત૨ફ રોડ ઉપર નીકળેલ છે.

સામખીયાળી પોલીસ સ્ટાફ સામખીયાળી-મોરબી હાઇવે રોડ પ૨ આવેલ કરણી સતલુજ હોટલ પાસે રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હોન્ડા મો.સા. સાઇન લઈ આવતા તેને ઉભો રખાવી તેના કબ્જાના મો.સા. ની પુછ-પરછ કરી તેમજ ઈ-ગુજકોપ અને પોકેટ-કોપ દ્દારા સદર મો.સા.ની વિગતો ચેક કરતા ચોરી થયેલ હોવાનુ જણાતા તેમજ મિલ્કત ચોરીના તથા પ્રોહિબીશનને લગતા અનેક ગુનાઓ જણાય આવતા સી.આર.પી.સી કલમ-૪૧(૧)(ડી) તથા ક-૧૦૨ મુજબ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે

પકડાયેલ હાજી અકબર માણેક (મીયાંણા) ઉ.વ.૨૧ રહે. મોરબી પાસેથી હોન્ડા સાઇન મો.સા.નંબર જીજે-૧૨ઇએ ૩૯૯૮ ડિ.૩.૪૦,૦૦૦ કબ્જે કરેલ છે અને  (૧) મોરબી તાલુકા પો.સ્ટે. ફસ્ટ/૦૧૨૬/૨૦૧૮ (૨) મોરબી તાલુકા પો.સ્ટે. ફસ્ટ/૦૧૬૮/૨૦૧૯ (૩) વાંકાને૨ તાલુકા પો.સ્ટે.૧૧૧૮૯૦૦૮૨૦૦૪૮૪/૨૦૨૦ (૪) વાંકાને૨ તાલુકા પો.સ્ટે.૧૧૧૮૯૦૦૮૨૦૦૬૨૩/૨૦૨૦ (૫) વાંકાનેર તાલુકા પો.સ્ટે.પ્રોહિ-૯૩/૦૦૬૮/૨૦૨૦ ગુન્હા નોંધેલ છે.

(10:18 am IST)