Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કચ્છના ગાંધીધામ પાલિકાના વિપક્ષી નેતા અજિત ચાવડાનું કોરોનાથી મૃત્યુ : એક લડાયક અને ઝુઝારુ સામાજિક અને રાજકીય આગેવાન ગુમાવ્યા

(ભુજ) કચ્છમાં કાતિલ બની રહેલા કોરોનાએ વધુ એક રાજકીય આગેવાનનો ભોગ લીધો છે. ગાંધીધામ  નગરપાલિકાના વિપક્ષી નેતા અજિત ચાવદાનુ કોરોનાથી મૃત્યુ થયું છે. કોંગ્રેસના નેતા અજિત ચાવડા ગત લોકસભાની ચુંટણી માટે દાવેદાર હતા. જોકે, ટિકિટ તેમને બદલે નરેશ મહેશ્વરીને મળી હતી. જેમનું પણ કોરોનાના કારણે ગત મહિને જ મૃત્યુ થયું હતું. કોંગ્રેસે કચ્છમાં બે આક્રમક અને લોકપ્રિય આગેવાનો નરેશ મહેશ્વરી પછી અજિત ચાવડાને ગુમાવ્યા છે. ૬૫ વર્ષીય અજિત ચાવડા અપક્ષ, બહુજન સમાજ પાર્ટી વતી પણ નગરસેવક તેમ જ વિધાનસભાની ચુંટણી લડી ચુક્યા છે. અત્યારે તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. જોકે, ગાંધીધામ નગરપાલિકામાં અજિત ચાવડા સૌથી સિનિયર નગરસેવક હતા. તેમના નિધનથી ગાંધીધામ વિસ્તારે એક લડાયક અને ઝુઝારુ સામાજિક અને રાજકીય આગેવાન ગુમાવ્યા છે.

(10:30 am IST)