Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વ્યાજખોરના ત્રાસની કંટાળી વિંછીયાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રી સંઘાભાઇ કોળીનો આપઘાત

આપઘાત માટે મજબુર કરનાર મોટા માત્રાનો વ્યાજખોર બહાદુર બોરીચા પ લાખનું ૧૦ ટકા લેખે ૪પ લાખ વ્યાજ લીધુ છતા વધુ રપ લાખ માંગી ત્રાસ આપી ધમકી આપતો'તો : વ્યાજખોર બહાદુરની શોધખોળ

રાજકોટ, તા.પ :  વિંછીયાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રીએ વ્યાજખોરના ત્રાસની કંટાળી ગળાફાંસો પોલીસે આપઘાત માટે મજબૂર કરનાર વ્યાજખોર સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ વિંછીયાના ઓળી ગામના સહકારી મંડળીના મંત્રી સંઘાભાઇ નારણભાઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા વિંછીયાના પીએસઆઇ એન.એચ.જોષી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે વિંછીયા હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસને ઘટનાસ્થળેથી મૃતક સંઘાભાઇ કોળીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઇડ નોટમાં વ્યાજખોર મોટામાત્રા ગામના બહાદુરભાઇ આપાભાઇ બોરીચાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ઉલ્લેખ કરતા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી.

દરમિયાન મૃતક સંઘાભાઇ કોળીના પુત્ર જયેશ કોળી રે. ઓરીગામએ પોતાના પિતાને આપઘાત માટે મજબુર કરનાર મોટામાત્રા ગામના વ્યાજખોર બહાદુર આપાભાઇ બોરીચા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પિતા સંઘાભાઇએ આરોપી બહાદુર બોરીચા રે. મોટામાત્રા ગામ પાસેથી રૂ.. પ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને ફરીયાદીના પિતાએ પ લાખનું ૪પ લાખ રૂપિયા વ્યાજ ભરી દીધેલ હોવા તછાં આરોપી બહાદુર બોરીચા વધુ સલામતી માંગણી  કરતો હતો અને જો આ રકમ નહિ આપે તો મારી નાંખવાની ધમકી આપી ત્રાસ ગુજારી પિતાને આપઘાત માટે મજબુર કર્યા હતા.

વિંછીયા પોલીસે આ ફરીયાદ અન્વયે મોટામાત્રા ગામના વ્યાજખોર બહાદુર આપાભાઇ બોરીચા સામે આઇપીસી ૩૦૬, પ૦૬(ર) તથા ગુજરાત શાહુકારધારાની કલમ તળે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ વિંછીયાના પીએસઆઇ એન. એચ. જોષી ચલાવી રહ્યા છે.

(3:08 pm IST)