Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

લખપત પાસે હત્યા કરાયેલી મહિલાની દાટેલી લાશ મળી

ભુજ, તા.૭: કચ્છના છેવાડાના લખપત તાલુકાના સિમાડે આવેલા ગુનેરી નજીક અજાણી મહિલાની મળેલી લાશે ચકચાર સાથે ચર્ચા સર્જી છે. ગુનેરી અને ઉમરસર ગામની વચ્ચે સીમમાં ઢોર ચરાવી રહેલા માલધારીએ આ અંગે ગામ લોકોને જાણ કરી હતી. તેને પગલે દયાપર પીએસઆઈ ગહેલોત તેમ જ નખત્રાણા ડીવાયએસપી યાદવ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અર્ધ દાટેલી લાશની નજીક ચંપલ, પાણીની બોટલ પડી હતી. ડીવાયએસપી યાદવે આ બનાવ હત્યાનો હોવાનું જણાવી વધુ તપાસ હાથ ધરી છે. લાશનું પીએમ કરી ઓળખવિધિની પ્રક્રિયા દયાપર પોલીસે હાથ ધરી છે.

(11:25 am IST)