Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ગોંડલમાં સફાઇ કામદારો દ્વારા આવેદન

ગોંડલ : યુપીના હાથરસ મુદે સમગ્ર ગુજરાતમા સફાઈકર્મીઓ એક દિવસ કચરો નહીં ઉપાડે ના કરાયેલ એલાન સાથે ગોંડલ શહેર ના સફાઈ કર્મચારીએ જોડાઈ જેલ ચોકથી રેલી કાઢીને મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું . હાથરસમાં બનેલી ગેંગરેપની દ્યટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા આરોપીને ઝડપી સજા થાય એવી માગ સાથે ગોંડલ ના સફાઈ કર્મીઓ એ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને ગોંડલ જેલચોક માંથી રેલી કાઢી ને આંબેડકર ચોક થી કડીયા લાઈન, કોલેજ ચોક થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો તે તસ્વીર.

(11:27 am IST)