Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભાવનગર શહેરના વડીલો દિવ્યાંગજનોને ઘરઆંગણે કોરોના ટેસ્ટિંગની સવલત આપતી 'ટેસ્ટ ઓન કોલ'ની આગવી પહેલ

નોખો ચીલો ચાતરતી ભાવનગર મહાનગરપાલિકા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭ : કોરોના મહામારીના કપરા કાળમાં ભાવનગર શહેરમાં વસતા ૬૦ વર્ષ કે તેથી વધુની વયના સિનિયર સિટિઝન્સ તેમજ દિવ્યાંગજનોને મદદરૂપ થવા અને કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાએ ઙ્કટેસ્ટ ઓન કોલઙ્ખ સુવિધા શરૂ કરી છે.આવનારા સમયમાં મોટી સંખ્યામાં શહેરના વરિષ્ઠ નાગરિકો- દિવ્યાંગજનોને દ્યર આંગણે કોરોના ટેસ્ટિંગની સુવિધાનો લાભ મળે તે માટે તંત્રએ પર્યાપ્ત તૈયારીઓ કરી છે.

ટેસ્ટ ઓન કોલ સુવિધા વિશે વધુ માહિતી આપતા મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું કે આ સુવિધાનો ધ્યેય ભાવનગર શહેરી વિસ્તારમાં વસતા ૬૦ વર્ષ કે તેથી વધુની વયના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યકિતઓ કે જે ઉંમર અને અક્ષમતાના અભાવે કોરોનાનો ટેસ્ટ કરાવી શકતા નથી તેમને કોરોનાના કપરા કાળમાં મદદરૂપ થવાનો છે.

જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા  તમામ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યકિતઓને ટેસ્ટ ઓન કોલ સુવિધાનો મહત્ત્।મ લાભ લેવા અપીલ કરી છે.

૬૦ વર્ષ કે તેથી ઉપરના વયોવૃદ્ઘ (સિનિયર સિટીઝન) તથા દિવ્યાંગ વ્યકિતઓને રેપિડ ટેસ્ટની સુવિધા દ્યર આંગણે મળી રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટ ઓન કોલ કોવીડ-૧૯ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે.

કોઈપણ લોકો રેપિડ ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તેઓએ પોતાના પરિવારમાં ફ્કત સિનિયર સીટીઝન અથવા દિવ્યાંગ વ્યકિતઓ માટે ફોન નં. ૦૨૭૮-૨૪૩૦૨૪૫ પર સંપર્ક કરી વોટ્સએપ નંબર મેળવી અને તે વોટ્સએપ નંબર પર સિનીયર સીટીઝનનો આધારકાર્ડ મોકલવાનું રહેશે. જેથી તેઓના રહેઠાણ સ્થળ પર આરોગ્ય ટીમ જઈને વિનામૂલ્યે રેપિડ ટેસ્ટ કરી આપશે.

(11:29 am IST)