Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વિરમગામ તાલુકા પંચાયતમાં નૂતન બિલ્ડીંગનું મુખ્યમંત્રી હસ્તે ઇ-ખાતમુહુર્ત

૨.૪૦ કરોડના ખર્ચે વિરમગામ-માંડલ રોડ ઉપર બિલ્ડીંગ બનશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૭ : વિરમગામ તાલુકા પંચાયત બિલ્ડીંગ દ્યણા વર્ષો થી જર્જરિત થઈ જતા વિરમગામ થી ૪ કિલોમીટર દૂર હાંસલપુર ગામે શિવમ પ્લાઝા માં વર્ષોથી લાખો રૂપિયાનું ભાડુ ભરી કાર્યરત હતી ત્યારે આજરોજ મુખ્યમંત્રી દ્વારા આયોજિત ઇ-કાર્યક્રમ દ્વારા તાલુકા પંચાયતના નૂતન બિલ્ડીંગ નું ખાતમુરત કરવામાં આવ્યું.

ખાતમુરત કાર્યક્રમ નો સમય ૯ૅં૩૦ કલાકે જાહેર કરવામાં આવ્યો હતો.પરંતુ બીએસએનએલ અને સ્વાન ની કનેકિટવિટી એક કલાક સુધી ઉપલબ્ધ ન થતા ઉપસ્થિત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને વિરમગામ નાયબ કલેકટર સુધીર ગૌતમ દ્વારા કનેકિટવિટી મેળવવા પ્રયત્ન કરેલ જે સફળ થયો હતો આયોજન વગરના વિરમગામ તાલુકા પંચાયત ભવનના ખાતમુરત કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ડોકટર તેજશ્રીબેન પટેલ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પટેલ વિરમગામ નાયબ કલેકટર સુરભી ગૌતમ તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન મોરી નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ સિંહ ગોહિલ સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સભ્યો સહિત ભાજપના હોદ્દેદારોએ મંચ પર સ્થાનન લેતા સોશિયલ ડીસ્ટન ના ધજાગરા ઉડયા હતા.

કાર્યક્રમ માટે બનાવવામાં આવેલી સમીયાણો અને ખુરશી ઓછી પડી હતી કાર્યક્રમ દરમિયાન ઉદબોધન કરતા જિલ્લા વિકાસ અધિકારી કબૂલ્યું હતું કે જિલ્લાના અન્ય તાલુકાની દ્રષ્ટિએ વીરમગામ નો વિકાસ ઓછો થયેલ છે જયારે સ્થાનિક સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા એ જણાવ્યું હતું કે વિરમગામ શહેર તાલુકો માં વિકાસ નહિવત છે પરંતુ હવે પછી વિરમગામ શહેર તાલુકાના વિકાસ માટે હું અગ્રીમતા આપીશ પરંતુ આ આશ્વાસન હતુ કે વચન હતું તે આગામી સમયમાં વિરમગામની પ્રજાને જાણવા મળશે.

(11:29 am IST)