Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જન્મજાત ખોટ ધરાવતા બાળક શુભમના હૃદયની સફળ શસ્ત્ર ક્રિયા માટે આરોગ્ય કર્મીઓ નિમીત બન્યા

કોરોના મહામારી વચ્ચે શિહોરના ગુંદાળાના મધ્યમ વર્ગના પરિવારના

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૬ : વિશ્વમાં કોરોના એ અનેક લોકોના જીવન બદલી નાખ્યા. એક બાજુ મધ્યવર્ગી પરિવાર હોય-કામ ધંધા-બંધ હોય અને ઘરમાં બાળક બિમાર હોય-મનોદશા શું હોઇ ? પણ છેવાડાના માનવી પાસે સરકારશ્રીની યોજનાની વાત સરળ અને સહજ શબ્દોમાં હુંફ-હુમદર્દીથી પહોંચાડીને સાચો રસ્તો બતાવવામાં આવે તો પરિણામ કંઇક જ જુદાજ મળતા હોય છે.

કર્મચારીની નિષ્ઠા-સદ્દભાવ અને આજ્ઞાંતિક વાલીની વાત છે. શિહોરના ગુંદાળા વિસ્તારમાં રહેતા નિતિભાઇ બારૈયા અને તેમનો પુત્ર શુભમ  ૭ માસનો બાળક અને તેને હૃદની તકલીફ-એક બાજુ આર્થિક મુશ્કેલી અને ઘરમાં કુલની જવાબદારી-ગુજરાત સરકારશ્રી દ્વારા નુતન અભિગમ વાળો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલે છે જેમાં કેન્સર, કીડની હૃદય પગવળેલા-આંખોની તકલીફ-કાનની બહેરાશ કપાયેલા હોઠ વગેરે જન્મજાત ખામીની સારવાર ઓપરેશન મફત થાય છે.

શિહોરની આર.બી.એસ.કે. ટીમના ડો. રૂપલબેન વૈષ્ણવ, ડો. સંજયભાઇ ખીમાણી, આશા પુજાબેન, આરોગ્ય કર્મચારી બનીતાબેન દ્વારા બાળકને શોધી સાચી સલાહ આપીને ૭ ઓગષ્ટે ભાવનગર રીફર કરેલ અને જરૂરી સલાહ-માર્ગદર્શન-મંજુરી મેળવીને અમદાવાદ ખાતે ૧પમી ઓગેસ્ટે સફળ ઓપરેશન થયેલ જે પ્રાઇવેટમાં ખર્ચ ૪ લાખ જેવો થાય તે સરકરીશ્રીના કાર્યક્રમાં મફત થયેલ છે.

મુશ્કેલીવાળા પરિવારના પૈસા સાથે બાળકની જીંદગી બચેલ અને અને આ પરિવારના મુસ્કાનનું કારણ આર. બી. એસ. કે. ટીમ નિમીત બનેલી.

તેમની આ સફળતાથી વાલી નિતિનભાઇ બારૈયાએ આભાર વ્યકત કરેલ અને લોકોને લાભ લેવા અનુરોધ કર્યો -ટીમની સફળ કામગીરી -કોરોના વચ્ચે પણ કરવા બદલ તાલુકા હેલ્થ ઓફીસર ડો. જયેશભાઇ વકાણી અને તાલકુા સુપરવાઇઝર અનિલભાઇ પંડિતે આવકારી-ટીમને અભિનંદન આપ્યા છે.

(11:30 am IST)