Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

દેરડીકુંભાજીમાં સ્મશાનના મેદાનમાં પેવર બ્લોકની સુવિધા અપાઇ

તસ્વીરમાં દાતાઓની વચ્ચે સરપંચશ્રી શૈલેષભાઇ ખાતરા પેવર બ્લોકનું લોકાર્પણ કરી રહ્યા છે અને પ્રાર્થના હોલ પણ નજરે પડે છે. (અહેવાલ - તસ્વીર : અશોક પટેલ)(૪૫.૩)

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા.૭ : કૈલાશધામના વિકાસનું સ્વપ્ન સમસ્ત ગ્રામજનોના સહયોગથી નિર્માણ પામેલુ અનેક સુવિધાથી સાકાર થયુ છે. કૈલાસ ધામ ખાતે અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે મેદાનમાં પેવર બ્લોક બેસાડવામાં આવેલ છે. આ કાર્ય પુર્ણ થતા દાતાઓની ઉપસ્થિતિમાં ગામના સરપંચશ્રી શૈલેષભાઇ ખાતરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

ગ્રામપંચાયતે કૈલાસધામમાં એલઇડી લાઇટો પણ ફીટ કરી આપેલ છે. આ લોકાર્પણ પ્રસંગે સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઇ ગોલ પણ હાજર રહ્યા હતા. આ તકે પેવર બ્લોકનું કાર્ય પુર્ણ થતા ભીખાભાઇ ગોલ, લાલજીભાઇ પાનસુરીયા તેમજ બાલુભાઇ માયાણી વગેરેએ દાતાઓ તથા કૈલાસ સમિતિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

(11:31 am IST)